પાટણના જીલીયા ફાર્મમાં મોડી રાત્રે 20થી વધુ લુખ્ખાઓનું ટોળું લાકડીઓ અને હથિયારો સાથે ત્રાટક્યું હતું.આ ટોળાએ ફાર્મ હાઉસમાં મિલકતને નુકસાન પહોંચાડી આતંકનું વાતાવરણ સર્જ્યું હતું.ઘટનાની જાણ થતા જ્યારે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી.
પાટણમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મોડી રાત્રે એક ફાર્મ હાઉસ પર 20 થી વધુ અસામાજિક તત્વોએ હિંસક હુમલો કરી ભારે તોડફોડ મચાવી હતી. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે, લુખ્ખાઓએ સ્થળ પર પહોંચેલી પોલીસ પર જ પ્રતિકાર કરી તેમને ત્યાંથી ભાગવા મજબૂર કરી દીધા હતા.આ ઘટનાને લઈને ડીવાયએસપીએ નિવેદન આપ્યું છે.
પાટણના જીલીયા ફાર્મમાં મોડી રાત્રે 20થી વધુ લુખ્ખાઓનું ટોળું લાકડીઓ અને હથિયારો સાથે ત્રાટક્યું હતું.આ ટોળાએ ફાર્મ હાઉસમાં મિલકતને નુકસાન પહોંચાડી આતંકનું વાતાવરણ સર્જ્યું હતું.ઘટનાની જાણ થતા જ્યારે પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યારે અસામાજિક તત્વો ડરવાને બદલે પોલીસ સામે જ થઈ ગયા હતા. અસામાજિક તત્વોએ પોલીસ સાથે ઝપાઝપી કરી અને એવો પ્રતિકાર કર્યો કે પોલીસ જવાનોને પોતાની સુરક્ષા માટે સ્થળ પરથી ભાગવું પડ્યું હતું. લુખ્ખાઓના મનમાં કાયદાનો કોઈ જ ડર ન હોય તેમ તેઓએ ખુલ્લેઆમ પોલીસને પડકારી હતી.

આ ઘટનાને લઈને પાટણ પોલીસે શરમજનક નિવેદન આપ્યું છે. જીલીયા ફાર્મ પર થયેલા હુમલા અંગે ડીવાયએસપી પરેશ રેણુંકાએ કહ્યું હતું કે, માથાભારે તત્વોએ ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. 112 જનસુરક્ષા અને ચાણસ્મા પોલીસની ગાડીઓ ત્યાં હતાં. પુરતો પોલીસ સ્ટાફ નહીં હોવાથી વધુ સ્ટાફ લેવા માટે પોલીસ ગઈ હતી. પોલીસ સ્થળ પર આવી ત્યારે માથાભારે તત્વો ભાગી ગયા હતાં. જીલીયા ગામે રામાપીરનું મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે.ફાળો ઉઘરાવવા બાબતે હુમલાની ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, છાશવારે એકલ દોકલ આરોપીઓના વરઘોડા કાઢતી પોલીસ મેદાન છોડીને કેમ ભાગી તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યાં છે. જો પોલીસ જ સુરક્ષિત નથી તો જનતાની સુરક્ષા કોના ભરોસે?


