E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratPorbanadar : કડછ ગામે શ્રી લીરબા જી. જાડેજા હાઈસ્કૂલમાં ‘CISF વંદે માતરમ...

Porbanadar : કડછ ગામે શ્રી લીરબા જી. જાડેજા હાઈસ્કૂલમાં ‘CISF વંદે માતરમ સાયક્લોથોન– ૨૦૨૬’નું ભવ્ય સ્વાગત

સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા આયોજિત ‘વંદે માતરમ સાયક્લોથોન–૨૦૨૬’ કડસ ગામની શ્રી લીરબા જી. જાડેજા હાઈસ્કુલ ખાતે પહોંચતા શાળા પરિવાર અને ગ્રામજનોએ સાયક્લોથોનમાં ભાગ લેનારા જવાનોનું તિલક કરી અને હાર પહેરાવી આત્મીય સ્વાગત કર્યું હતું. સમગ્ર પરિસર દેશભક્તિના નારા અને ઉત્સાહભેર વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.


આ પ્રસંગે ગામના યુવાનો, CISF જવાનો તથા એન.સી.સી. કેડેટ્સના સંયુક્ત સંકલનથી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. દેશપ્રેમના ગીતો, નૃત્યો અને વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા દેશપ્રેમ તથા રાષ્ટ્રસુરક્ષાનો સંદેશ પ્રભાવશાળી રીતે આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમના મુખ્ય અતિથિએ પોતાના ઉદ્બોધનમાં ‘CISF વંદે માતરમ સાયક્લોથોન–૨૦૨૬’ના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે “સુરક્ષિત તટ, સુરક્ષિત ભારત”ના સંદેશને ઉજાગર કરતાં તટીય સુરક્ષા માટે નાગરિકોની સક્રિય ભાગીદારી જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. સાથે જ ‘વંદે માતરમ’ ગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગની નોંધ લઈ આ અભિયાનને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ પહેલ ગણાવી હતી.
આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ હરેન્‍દ્ર નારાયણ (વરિષ્ઠ કમાન્ડન્ટ, CISF), સુનિલકુમાર (એરપોર્ટ ડિરેક્ટર, પોરબંદર એરપોર્ટ), શ્રી લીરબા જી. જાડેજા હાઈસ્કુલ ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ જાડેજા , કડછ ગામનાં સરપંચ કરશનભાઈ અને શ્રીમતી સંધ્યા જોષી (જિલ્લા સંકલનકાર, મહિલા અને બાળ વિકાસ વિભાગ) વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments