E-Paper
Tuesday, June 17, 2025
E-Paper
HomeGujaratPorbandar : સિમેન્ટના પથ્થરની આડમાં છૂપાવેલ ઇંગીશ દારૂ સાથે 2 આરોપીને પકડી...

Porbandar : સિમેન્ટના પથ્થરની આડમાં છૂપાવેલ ઇંગીશ દારૂ સાથે 2 આરોપીને પકડી પાડતી ઉદ્યોગનગર પોલીસ

પોરબંદર ગાંધીભૂમિમાં દારૂની રેલમ છેલમ બોલાવે તે પહેલા ઉદ્યોગ નગર પોલીસે પોરબંદરના બોખીરા વિસ્તારમાં રેડ પડી દારૂ ભરેલો ટ્રક પકડી પાડવા સફળતા મળી છે. બોખીરા વિસ્તારમાં રાત્રિના સમયે ટ્રકમાંથી બોલેરામાં દારૂનું કટીંગ કરવામાં આવે તે પહેલા પોલીસે દરોડો પાડીને ઇંગલિશ દારૂની બોટલો રૂપિયા ૩૫ લાખ ઉપરનો માલ જપ્ત કર્યો છે. અને બે આરોપીને પકડી પાડ્યા છે તેમજ અન્ય આરોપી ફરાર થઈ ગયા છે.

જુનાગઢ રેજના પોલીસ મહાન નિરીક્ષક નિલેશ જાજડીયાનાઓ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા ના ઓ દ્વારા પોરબંદર જિલ્લામાં દારૂ જુગારને પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સૂચના કરેલ હોય જે સૂચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજિત મહેડુ નાઓ ના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી ગોહિલ તથા સર્વલન્સ સ્કવોડના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી ગોહિલ ના ઓને ખાનગી બાતમી રહે હકીકત મળેલ કે પોરબંદર બોખીરા રબારી સમાજની વંડીમાં અમુક માણસો ટ્રકમાં ભરેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો બોલેરો પીકઅપ વાહનમાં હેરફેર કરે છે જે હકીકત આધારે હકીકત વાળી જગ્યાએ રેઈડ કરતા દેવા જેઠા કોડીયાતર ઉંમર વર્ષ ૨૬,રહેવાસી બોખીરા,રબારી કેડા પોરબંદર તથા કરમણ રૈયા કોડીયાતર ઉંમર વર્ષ ૨૬,રહે બોખીરા સરકારી વાવ પાસે પોરબંદર વાળા આરોપીઓ ને ભારતીય બનાવટના વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની ૧૧૮૬૮ બોટલો કીમત રૂપિયા ૩૫ લાખ ઉપર તથા એક ટ્રક અને બોલેરો પીકઅપ બાન તથા મોબાઈલ ત્રણ મળી કુલ રૂ.૬૬૪૫૯૩૨ ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરને કાર્યવાહી કરી ઇંગ્લિશ દારૂનો ગણના પાત્ર કેસ શોધી કાઢી પ્રસંશનીય ઉદ્યોગ નગર પોલીસે કામગીરી કરી છે.

પોરબંદરના બોખીરા વિસ્તારમાં થી ઉદ્યોગનગર પોલીસે ૪૫૦ પેટી કરતા વધુ પેટી વિદેશી દારૂની પકડી પાડી છે. આ વિદેશી દારૂ એક ટ્રકમાં સિમેન્ટના પથ્થરની આડસમાં સંતાડીને બોખીરા વિસ્તાર સુધી રાત્રિના સમયે લઈ આવી બોલેરો પીકપ વાનમાં કટીંગ કરીને હેરફેર કરે તે પહેલા ઉદ્યોગ નગર પોલીસ ત્રાટકી એક ટ્રક બોલેરો વાહન તેમજ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમજ આ કેસમાં અન્ય આરોપી ફરાર થવામાં કામયાબ થયા છે જેની સામે પણ પોલીસે ફરિયાદ દાખલ કરી ફરાર આરોપીઓને શોધખોળ શરૂ કરી છે ઉદ્યોગ નગર પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન રાત્રિના અંધકારમાં ટ્રકમાં વિદેશી દારૂનો મોટે પાયે જથ્થો લાવી અને આ માલને સગેવગે કરવાના હોય તેવી બાત બીને આધારે રબારી સમાજને વંડી નજીક રેડ દરમિયાન ટ્રક અને બોલેરો મળી આવ્યા હતા. રેડ દરમિયાન બે શખ્સો ફરાર થયા હતા અને પોલીસે ટ્રકમાં તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો એટલે કે ૧૧૮૬૮ વિવિધ બ્રાન્ડ ને ઇંગ્લિશ દારૂની બોટલો કિંમત રૂપિયા 35 લાખ ઉપરના જથ્થાને પકડી પાડ્યો છે બોખીરામાં દારૂ દેવા લાધા મારું નામના ઇસમે મંગાવ્યો હતો તેવું બહાર આવેલ. તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરી આવનાર ટ્રકના ચાલક તેમજ મહિન્દ્રા કંપનીનો બોલેરાનો ચાલક ફરાર થઈ ગઈ હોય તેઓને સામે કાયદેસરને કાર્યવાહી કરી તેઓને શોધખોળ પોલીસ કરી રહી છે. આ કામગીરીમાં અધિકારી કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. ગોહિલ તથા એ.એસ. આઇ વિરમભાઈ સરમણભાઈ, ભાવિનભાઈ પ્રવીણભાઈ તથા હેડ કોસ્ટેબલ વિશાલભાઈ રવજીભાઈ પ્રકાશ ધનજીભાઈ ,નિખિલભાઇ ઘેલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ધીરુભા, કનકસિંહ પરાક્રમસિંહ ,ભરતભાઈનાથાભાઈ મહીપતસિંહ પ્રવિણસિંહ, ભૌતિક કુમાર હરિભાઈ,યશપાલસિંહ ગજેન્દ્રસિંહ ,વિક્રમ ટીડાભાઇ, ભાવિન વજુભાઈ ,અશ્વિન નારણભાઈ દ્વારા કરવામાં આવેલ છે

રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments