આગામી 15 ફેબ્રુઆરી 2026ના રોજ દેશભરમાં મહાશિવરાત્રીના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. આ પર્વ પર ગુજરાતના સોમનાથ-વેરાવળ, મધ્યપ્રદેશના ઉજ્જૈન (મહાકાલેશ્વર) અને સિહોરના કુબેરેશ્વર ધામમાં લાખો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે.આગામી 15 ફેબ્રુઆરી 2026ના રોજ દેશભરમાં મહાશિવરાત્રીના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. આ પર્વ પર ગુજરાતના સોમનાથ-વેરાવળ, મધ્યપ્રદેશના ઉજ્જૈન (મહાકાલેશ્વર) અને સિહોરના કુબેરેશ્વર ધામમાં લાખો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. મુસાફરોની આ વધારાની ભીડને પહોંચી વળવા અને તેમની યાત્રા સુખદ બનાવવા માટે ભારતીય રેલવેએ ‘મેળા સ્પેશિયલ’ ટ્રેનો દોડાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
- ગુજરાત: રાજકોટ અને વેરાવળ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન
સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ માટે 13 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી દરરોજ એક અનરિઝર્વ્ડ મેળા સ્પેશિયલ ટ્રેન (09513/09514) દોડાવવામાં આવશે.
ટ્રેન નંબર 09513: રાજકોટથી સવારે 6.55 વાગ્યે ઉપડી સવારે 10.55 વાગ્યે વેરાવળ (સોમનાથ) પહોંચશે.
ટ્રેન નંબર 09514: વેરાવળથી બપોરે 3.20 વાગ્યે ઉપડી રાત્રે 8.00 વાગ્યે રાજકોટ પરત ફરશે.
સ્ટોપેજ: આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, વીરપુર, જેતલસર, જૂનાગઢ અને કેશોદ જેવા મહત્વના સ્ટેશનો પર ઉભી રહેશે.

- મધ્યપ્રદેશ: ઉજ્જૈન, ભોપાલ અને સિહોર માટે ખાસ વ્યવસ્થા
મહાકાલના દર્શન અને કુબેરેશ્વર ધામના ભક્તો માટે 13 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી દરમિયાન ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનો દોડશે.
ઉજ્જૈન-સંત હિરદારામ નગર (09305/09306): સવારે 9.00 વાગ્યે ઉજ્જૈનથી ઉપડશે અને બપોરે 2.30 વાગ્યે ત્યાંથી પરત ફરશે.
ઉજ્જૈન-ભોપાલ(09307/09308): રાત્રે 9.00 વાગ્યે ઉજ્જૈનથી ઉપડશે અને વહેલી સવારે 3.10 વાગ્યે ભોપાલથી પરત આવશે.
ત્રીજી સ્પેશિયલ ટ્રેન (09313/09314): સાંજે 4.00 વાગ્યે ઉજ્જૈનથી રવાના થશે.
આ ટ્રેનો મકસી, શુજલપુર અને સિહોર જેવા મહત્વના મધ્યવર્તી સ્ટેશનોને આવરી લેશે, જેથી આસપાસના ગ્રામીણ વિસ્તારોના ભક્તોને પણ તેનો લાભ મળી શકે.
સુવિધાઓ અને ટિકિટિંગ
રેલવેના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોમાં જનરલ અને સ્લીપર એમ બંને પ્રકારના કોચ ઉપલબ્ધ હશે. અનરિઝર્વ્ડ ટ્રેન હોવાથી મુસાફરો રેલવે સ્ટેશનના કાઉન્ટર પરથી સીધી ટિકિટ મેળવી શકશે. આ વિશેષ ટ્રેનોથી રેગ્યુલર ટ્રેનોમાં થતો ધસારો ઘટશે અને શ્રદ્ધાળુઓને ધક્કામુક્કી વગર દર્શન માટે જવાની સુવિધા પ્રાપ્ત થશે.


