E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratRAJKOT : માતાએ દીકરાને છત પરથી નીચે ફેંકવા પ્રયાસ કર્યો, પિતાએ બચાવી...

RAJKOT : માતાએ દીકરાને છત પરથી નીચે ફેંકવા પ્રયાસ કર્યો, પિતાએ બચાવી લીધો

રાજકોટમાં બાળકને છત પરથી નીચે લટકાવાનો કેસમાં મોટો ખુલાસો થયો છે. પતિ-પત્ની વચ્ચે ગૃહકંકાસમાં મહિલાએ કૃત્ય કર્યુ હોવાનું સામે આવ્યું છે. બાળકને નીચે ફેંકે તે પહેલાં જ બચાવી લેવાયું હતું.વીડિયો વાયરલ થયા બાદ પોલીસે નિવેદન લીધા છે. મહિલા બાળકને ડરાવતી હોવાનો ખુલાસો કર્યો છે. થોડીવાર પહેલાં જ પાડોશી સાથે ઝઘડો પણ થયો હતો.ગોકુલધામ આવાસ યોજનાનો વીડિયો વાયરલ થયો હતો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં ગોકુલ ધામ આવાસ યોજનામાં પતિ પત્નીના ઝગડામાં બાળકને છત ઉપરથી નીચે ફેંકવાનો મામલો સામે આવ્યો છે. મહિલાએ બાળકને છત ઉપર લઈ જઈને નીચે ફેંકવા લટકાવ્યો હતો.બાળકને બચાવવા મહિલાનો પતિ છત પર દોડી આવ્યો હતો. અહીં આવાસમાં રહેતા હિન્દી ભાષી પતિ અને પત્ની વચ્ચે ગૃહ કંકાસ થયો હતો. બાળકને લટકાવવા અંગેનો વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ હતી અને પતિ પત્નીને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતાં.

બાળકને છત પરથી લટકવાનાર મહિલાએ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવ્યું હતું. તેણે નિવેદનમાં કહ્યું હતું કે,તે બાળકને ડરાવતી હતી. આ દરમિયાન તેનો પતિ છત પર આવી ગયો હતો અને બાળકને બચાવી લીધો હતો. આ મહિલાને પાડોશી સાથે પણ ઝઘડો થયો હતો. બાળક સાથે કરેલી આ કૃરતાને કારણે પોલીસે પણ કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments