રાજકોટ મહાનગર પાલિકાની કામગીરીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આધાર કાર્ડ અને જન્મ મરણ વિભાગ વચ્ચે જાણે લડાઈ હોય તેવી સ્થિતિનું સર્જન થવા પામ્યું છે. લોકોને આધારકાર્ડમાં સુધારાવધારા કરાવવા માટે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
રાજકોટ મહાનગર પાલિકાની કામગીરીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આધાર કાર્ડ અને જન્મ મરણ વિભાગ વચ્ચે જાણે લડાઈ હોય તેવી સ્થિતિનું સર્જન થવા પામ્યું છે. લોકોને આધારકાર્ડમાં સુધારાવધારા કરાવવા માટે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સીએસઆર પોર્ટલમાં જન્મનો દાખલો લિંક કરવો જરૂરી હોવાથી આધારકાર્ડમાં ફેરફાર કરવા અઘરા બન્યાં છે. મનપામાં આ કામગીરી માટે આવતા રોજના 200થી વધુ લોકોને હેરાનગતીનો સામનો કરવો પડે છે.

રાજકોટ મહાનગર પાલિકાની કામગીરીને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટે સીએસઆર પોર્ટલમાં જન્મનો દાખલો લિંક હોવો જરૂરી છે. જો લિંક ના હોય તો આધારકાર્ડમાં સુધારા થઈ શકતા નથી. બીજી તરફ QR કોડ મનપાને બદલે CRS પોર્ટલમાં લિંક હોવો જરૂરી છે. સીએસઆર પોર્ટલમાં 1945થી 2020ની યાદી લિંક કરેલી છે. હાલમાં આ પોર્ટલમાં દર મહિને 100 યાદી જનરેટ કરવાની મંજૂરી છે.
આ પોર્ટલમાં 2020 પહેલા જન્મેલા 20 લાખ લોકોની યાદી ચડાવવાની બાકી છે. જન્મ મરણ વિભાગે આ યાદી માટે એક્સેસ નહીં મળ્યા હોવાનો દાવો કર્યો છે. રાજકોટ મહાનગર પાલિકાની કામગીરીને કારણે લોકો હેરાન થઈ રહ્યાં છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું હતું કે, લોકોને ઓછી હાલાંકી પડે અને યોગ્ય નિર્ણય અંગે રાજ્ય કે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીશું. હાલતો રાજકોટની જનતાને સુધારાવધારા માટે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.


