E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratRajkot : ઉપલેટાના ખાખી-જાળિયામાંથી SMC એ વાડીમાં ચાલતા જુગાર પર દરોડો પાડી...

Rajkot : ઉપલેટાના ખાખી-જાળિયામાંથી SMC એ વાડીમાં ચાલતા જુગાર પર દરોડો પાડી ₹24.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

​રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની હદમાં આવતા ભાયાવદર પોલીસ મથક વિસ્તારના ખાખી-જાળિયા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ મધરાત્રે દરોડો પાડી મોટા પાયે ચાલતા જુગારનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે લાખોની રોકડ અને વાહનો સહિત કુલ ₹24.59 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


​ ​ચોક્કસ બાતમીના આધારે SMC પીઆઈ આર.કે. કરમટા અને તેમની ટીમે ઉપલેટાના ખાખી-જાળિયા ગામે રહેતા રાજેશ ઉર્ફે રાજુ ખીમાભાઈ સુવાની વાડીમાં દરોડો પાડ્યો હતો. અહીં કેટલાક શખ્સો એકઠા થઈને હાર-જીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસના અચાનક દરોડાથી જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થળ પરથી મુખ્ય આરોપી રાજુ સુવા સહિત કુલ 7 શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.
​દરોડા દરમિયાન પોલીસે ​રોકડ રકમ ₹3,10,230/-, ​ ₹21,10,000/- ની કિંમતના 6 વાહનો, ₹39,000/- ની કિંમતના 7 મોબાઇલ ફોન સહીત ​કુલ ₹24,59,230/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓના નામ

​૧. રાજેશ ઉર્ફે રાજુ ખીમાભાઈ સુવા (મુખ્ય આરોપી – ઉપલેટા)
૨. રામદે ઉર્ફે રામભાઈ કરાભાઈ સુવા (મોજીરા)
૩. દિનેશ ગોવિંદભાઈ મકવાણા (બુટાવદર, જામજોધપુર)
૪. મુકેશ નાનુભાઈ ઉનડકટ (ભાયાવદર)
૫. ગીરીરાજસિંહ જીલુભા જાડેજા (પીપર્ડી, જામકંડોરણા)
૬. અનિલકુમાર કાનજીભાઈ દલસાણીયા (ભાયાવદર)
૭. જયેશ વસંતભાઈ કાંગડ (દેયાર, રાણાવાવ)

  ​SMC એ તમામ આરોપીઓ અને મુદ્દામાલને આગળની તપાસ અર્થે ભાયાવદર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ  અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments