E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratRajkotRajkot : કોટડા સાંગાણીના રાજપરામાં ડિગ્રી વગર એલોપેથીની સારવાર કરતા બોગસ ડોકટરને...

Rajkot : કોટડા સાંગાણીના રાજપરામાં ડિગ્રી વગર એલોપેથીની સારવાર કરતા બોગસ ડોકટરને SOGએ ઝડપી પાડ્યો

રાજકોટ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નકલી તબીબો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જ ઝુંબેશ અંતર્ગત કોટડાસાંગણી તાલુકાના રાજપરા ગામે વર્ષોથી ક્લિનિક ચલાવતા એક બોગસ ડૉક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે.

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ નાઓએ ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે અનુસંધાને જિલ્લા પોલીસ વડા વિજય સિંહ ગુર્જર નાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે મેડીકલને લગતી ડીગ્રી વગર ડોકટરની પ્રેકટીશ કરતા બોગસ ડોકટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોય.

જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એફ.એ.પારગી સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. શાખાના સ્ટાફ કોટડાસાંગાણી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ નૈમીષભાઇ મહેતા તથા પો.કોન્સ.વિપુલભાઇ ગોહિલ તથા રણજીતભાઇ ધાધલ નાઓને સંયુકત રીતે ખાનગીરાહે હકિકત મળેલ કે, જે હકિકત આધારે કોટડાસાંગાણી તાલુકાના રાજપરા ગામે રેહેતો અને બોગસ ક્લિનિક ચલાવતો ભાવેશભાઇ રમેશભાઇ કોઠીયાની ધરપકડ કરી તેના કબ્જામાંથી અલગ અલગ પ્રકારની એલોપેથીક દવાઓનો જથ્થો જેની કિ.રૂ.૧૨,૮૬૫ સાથે ઝડપી પાડી કોટડાસાંગાણી પો.સ્ટે. ખાતે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments