HomeGujaratRajkotRajkot : ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, જાણો શું છે ભાવ?

Rajkot : ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, જાણો શું છે ભાવ?

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે. જસાધાર અને કંટાળાની કેરીના 200 બોક્સની આવક થઈ છે. હરાજીમાં 10 કિલો કેસર કેરીના ભાવ રૂપિયા 2500 થી 5500 રહ્યા છે.

ઉનાળાના પ્રારંભની સાથે જ કેરીના રસિયાઓ માટે ખુશખબર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રમાં કેરીનું પીઠું ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજથી વિધિવત રીતે કેસર કેરીની સિઝનનો પ્રારંભ થયો છે. ચાલુ વર્ષે સિઝનની શરૂઆતમાં જ કેસર કેરીના ભાવ આસમાને જોવા મળ્યા છે, જેમાં 10 કિલોના એક બોક્સના ભાવ રૂપિયા 5500 સુધી બોલાયા છે.

સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં કેરીની આવક વધતી હોય છે, પરંતુ આ વર્ષે ગોંડલ યાર્ડમાં કેસર કેરીનું 8 દિવસ વહેલું આગમન જોવા મળ્યું છે. યાર્ડમાં પ્રથમ દિવસે જ ‘ગણેશ ફ્રુટ’ નામની પેઢીમાં કેસર કેરીના 200 બોક્સની આવક થઈ હતી. ગીર પંથકના જસાધાર, કંટાળા અને મોતીસર ગામની ગુણવત્તાયુક્ત કેસર કેરી માર્કેટમાં ઉતરી છે.

કેરીની સિઝનના પ્રથમ દિવસે હરાજીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કેસર કેરીના 10 કિલોના એક બોક્સના ભાવ રૂપિયા 2500થી શરૂ થઈને ઉંચામાં રૂપિયા 5500 સુધી બોલાયા હતા. શરૂઆતમાં આવક મર્યાદિત હોવાથી અને પ્રીમિયમ ક્વોલિટીની કેરી હોવાથી ભાવ ઉંચા રહ્યા છે. જોકે, આગામી દિવસોમાં ગીર અને અન્ય પંથકમાંથી કેરીની આવક વધતા ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે.

ગોંડલ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થતા જ વેપારીઓ અને ખરીદદારોની ભીડ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં જેમ જેમ ગરમીનો પારો વધશે, તેમ તેમ કેસર કેરીની આવક અને માગ બંનેમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે. કેરીના આગમનથી માર્કેટ યાર્ડમાં અત્યારથી જ કેરીની સિઝનનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, કેરી ફળોનો રાજ કહેવામાં આવે છે. ગુજરાતની જનતા કેરીની દીવાની છે, જેથી ઉનાળા આવતાની સાથે જ કેરીની માગ આખી સિઝન રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments