રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ પણ તંત્ર સુધરી રહ્યું નથી. મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સનો વિવાદ સામે આવ્યો છે. ચકડોળ ઓપરેટર ચાલુ રાઈડ્સ બંધ કરીને જતો રહ્યો હોવાથી લોકો રોષે ભરાયા હતાં, આ ચકડોળમાં પાંચ કે છ લોકો હવામાં 20 મિનિટ સુધી રહ્યા હતાં.
રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ પણ તંત્ર સુધરી રહ્યું નથી. મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સનો વિવાદ સામે આવ્યો છે. ચકડોળ ઓપરેટર ચાલુ રાઈડ્સ બંધ કરીને જતો રહ્યો હોવાથી લોકો રોષે ભરાયા હતાં, આ ચકડોળમાં પાંચ કે છ લોકો હવામાં 20 મિનિટ સુધી રહ્યા હતાં. ચકડોળમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતાં.

રાજકોટમાં મનપા સંચાલિત રાઈડ્સમાં બેદરકારી સામે આવી છે. ચકડોળ ઓપરેટર ચાલુ રાઈડ્સ બંધ કરી જતો રહ્યો હોવાથી ચકડોળમાં 5 કે 6 લોકો હવામાં 20 મિનિટ સુધી રહ્યા હતાં. ચકડોળમાં સવાર લોકોના જીવ ટાળવે ચોંટયા હતાં. 100 ફૂટ ઊંચાઈએ ઓપરેટરે ચકડોળ બંધ કર્યું હતું.અટલ સરોવરમાં ચકડોળ બંધ કરી ઓપરેટર જતો રહ્યો હતો. આ ઘટનામાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. તંત્ર સામે અનેક સવાલો કર્યા હતાં.
લોકોના હોબાળા બાદ ચકડોળ ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકાયો હતો. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઓપરેટરની બેદરકારીને કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતાં. આ ઘટનામાં ઓપરેટરને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે પણ કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં લેવાય છે તે અંગે અનેક સવાલો ઉભા થયાં છે.


