E-Paper
Wednesday, March 11, 2026
E-Paper
HomeGujaratRajkotRajkot : ચૂંટણીને લઇ ભાજપ હંમેશા સજ્જ હોય છે, અમારામાં જૂથવાદ નથી...

Rajkot : ચૂંટણીને લઇ ભાજપ હંમેશા સજ્જ હોય છે, અમારામાં જૂથવાદ નથી બધા એક છીએ: પ્રભારી અનિરૂદ્ધ દવે

ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ એક્શનમાં આવી ગઈ છે.

ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ એક્શનમાં આવી ગઈ છે. ભાજપના પ્રદેશ મહામંત્રી અને સંગઠન પ્રભારી રાજકોટની મુલાકાતે આવ્યા છે. તેઓ કમલમ ખાતે સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરવામાં આવી છે. આ બેઠકમાં મનપાની ચૂંટણીની રૂપરેખા નક્કી કરાશે. ભાજપના યુવા મોરચા દ્વારા બાઈક રેલી પણ યોજાશે.

ભાજપના સંગઠન પ્રભારી અનિરૂદ્ધ દવે રાજકોટની મુલાકાતે છે. તેમણે રાજકોટમાં કમલમ ખાતે સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી છે. આ બેઠકમાં ભાજપના જૂના જોગીઓ પણ નજરે પડ્યા છે. ધનસુખ ભંડેરી, કમલેશ મીરાણી, કશ્યપ શુક્લ, આશિષ ભટ્ટ, લાખા સાગઠિયા અને ગોવિંદ પટેલ કમલમમાં દેખાયા છે. આજે સમગ્ર દિવસ દરમિયાન કમલમમાં અલગ અલગ બેઠકો યોજાશે.

સંગઠનના પ્રભારી અનિરૂદ્ધ દવેએ કહ્યું હતું કે, ભાજપ હંમેશા ચૂંટણીને લઈને સજ્જ હોય છે. અમે બધા એક છીએ ભાજપમાં જૂથવાદ જેવું કશું જ નથી. ગઈકાલે કોર્પોરેશનની આખરી સભામાં વિપક્ષ દ્વારા શાસકોના બંગલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મુદ્દા અંગે સવાલ કરતાં જ પ્રભારીએ બોલવાનું ટાળ્યું હતું. રાજકોટ મનપામાં આજે સાંજથી જ વહિવટદારનું શાસન શરૂ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments