HomeGujaratRajkotRajkot : નગરપાલિકાઓમાં કરોડો રૂપિયા સેરવવાનું ખાનગી કૌભાંડ; કેન્દ્ર સરકારની કંપની સાઇડલાઇન,...

Rajkot : નગરપાલિકાઓમાં કરોડો રૂપિયા સેરવવાનું ખાનગી કૌભાંડ; કેન્દ્ર સરકારની કંપની સાઇડલાઇન, ખાનગી એજન્સીઓનો કાળોબજાર!

જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે ઘણીવાર નજર સામે તૂટેલા રસ્તા કે નબળા બાંધકામ આવે છે, પરંતુ ‘પાક્કો ગુજરાત’ આજે જે ઇન્વેસ્ટિગેશન લઈને આવ્યું છે તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. નગરપાલિકાઓના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સમાં કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠિત કંપનીઓને સાઇડલાઇન કરીને ખાનગી એજન્સીઓને ‘ઘી-કેળા’ કરાવવાનું એક મોટું કૌભાંડ સૌરાષ્ટ્રમાં ધમધમી રહ્યું છે.


જનતાના પૈસાનું ‘પાણી’ અને અધિકારીઓની ‘મહેરબાની’
સોશિયલ મીડિયા પર જ્યારે કોઈ બ્રિજની વિચિત્ર ડિઝાઇનના વીડિયો વાયરલ થાય કે નવી બનેલી પાણીની ટાંકી ઉપયોગમાં લેવાય તે પહેલા જ કકડભૂસ થઈ જાય, ત્યારે જ જનતાને ખબર પડે છે કે કામમાં લોલમલોલ ચાલી રહી છે. પણ આ તો માત્ર હિમશિલાની ટોચ છે! અંદરખાને તો એન્જિનિયરિંગ અને કન્સલ્ટન્સીના નામે કરોડો રૂપિયા ખાનગી મળતિયા એજન્સીઓના ખિસ્સામાં સેરવી દેવામાં આવ્યા છે.

કેન્દ્રની કંપનીઓ કેમ ના ગમી?
સૌરાષ્ટ્રની નગરપાલિકાઓમાં નિયમ મુજબ કેન્દ્ર કે રાજ્ય સરકારની માન્યતા પ્રાપ્ત કંપનીઓ પાસે કામ કરાવવાનું હોય છે, પરંતુ આશ્ચર્યજનક રીતે આ સરકારી કંપનીઓને દૂર રાખીને ‘ચોક્કસ’ ખાનગી એજન્સીઓને જ કામ પધરાવવામાં આવ્યું છે. આ ખાનગી એજન્સીઓનો દબદબો એટલો છે કે મોટા પ્રોજેક્ટ્સના એસ્ટિમેટથી લઈને સુપરવિઝન સુધી બધું જ તેમની મરજી મુજબ ચાલે છે.


સવાલો જેનો જવાબ આપવામાં અધિકારીઓ હાંફ્યા:

  • સરકારી એજન્સીઓ હોવા છતાં ખાનગી કંપનીઓને જ કેમ પસંદ કરવામાં આવી?
  • શું આ ખાનગી એજન્સીઓ અને નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે કોઈ ‘ગુપ્ત સેટિંગ’ છે?
  • નબળા કામ માટે જવાબદાર કોણ? શું માત્ર કોન્ટ્રાક્ટર જ કે પછી કન્સલ્ટન્સી આપનાર એજન્સી પણ?

  • આ માત્ર વહીવટી ખામી નથી, પણ જનતાના પરસેવાના પૈસાની લૂંટ છે. જ્યારે આ બાબતે અમે જવાબદાર અધિકારીઓનો સંપર્ક કર્યો, ત્યારે તેઓ જવાબ આપવામાં હાંફી રહ્યા હતા અને ગોળ-ગોળ વાતો કરીને છટકી રહ્યા હતા.નગરપાલિકાઓમાં ચાલતા આ કરોડોના ખેલનો પર્દાફાશ હવે હાઈકોર્ટ સુધી પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે. જનતા જાગૃત થાય અને ભ્રષ્ટાચારીઓનો અસલી ચહેરો સામે આવે તે માટે ‘પાક્કો ગુજરાત’ સતત લડતું રહેશે.

  • ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ: પાક્કો ગુજરાત ન્યૂઝ
    પવન માકન, ગ્રુપ એડિટર
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments