E-Paper
Saturday, March 7, 2026
E-Paper
HomeGujaratRajkotRajkot : પરિણીતાના પ્રેમમાં યુવાને જીવ ગુમાવ્યો, પતિ અચાનક આવી જતાં ભાગતી...

Rajkot : પરિણીતાના પ્રેમમાં યુવાને જીવ ગુમાવ્યો, પતિ અચાનક આવી જતાં ભાગતી વખતે પાઈપલાઈનથી પટકાયો

શહેરના મવડી વિસ્તારમાં આવેલી લક્ષ્મણ ટાઉનશીપમાં એક હચમચાવી દે તેવી ઘટના બની છે. એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ ધરાવતો યુવાન તેને મળવા માટે ફ્લેટ પર પહોંચ્યો હતો, પરંતુ અચાનક મહિલાનો પતિ આવી ચઢતા ભાગવા ગયેલા પ્રેમીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.મળતી માહિતી મુજબ, મૃતક યુવાનનું નામ મનીષ ધોળકિયા હતું. મનીષ મવડીની લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતી એક પરિણીત મહિલાને મળવા માટે તેના ઘરે ગયો હતો. આ દરમિયાન મહિલાનો પતિ અચાનક ઘરે આવી પહોંચ્યો હતો. પતિને ઘરના દરવાજે જોઈ મનીષ ગભરાઈ ગયો હતો અને પકડાઈ જવાના ડરથી ફ્લેટના પાછળના ભાગેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

ચોથા માળના ફ્લેટમાંથી નીચે ઉતરવા માટે મનીષે દિવાલ પર રહેલી પાઈપલાઈનનો સહારો લીધો હતો. તે પાઈપલાઈન પકડીને નીચે ઉતરી રહ્યો હતો ત્યારે અચાનક તેનું સંતુલન બગડ્યું હતું અથવા પાઈપલાઈન લપસી જતાં તે સીધો ચોથા માળેથી નીચે પટકાયો હતો. ગંભીર ઈજાઓ થવાને કારણે મનીષનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતા જ રાજકોટ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ પ્રેમ પ્રકરણ હોવાનું અને પકડાઈ જવાના ડરે ભાગવા જતાં આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments