E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratRajkotRajkot : બ્રહ્મસમાજની શક્તિનું પ્રદર્શન, 7 ડિસેમ્બરે મહાસંમેલન, રાજકારણમાં પ્રભુત્વ મેળવવા...

Rajkot : બ્રહ્મસમાજની શક્તિનું પ્રદર્શન, 7 ડિસેમ્બરે મહાસંમેલન, રાજકારણમાં પ્રભુત્વ મેળવવા સમાજ સજ્જ

સંમેલનમાં પુરોહિતો અને ટ્રસ્ટ વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે પણ ચર્ચા કરવામાં આવશે અને આંતરિક વિખવાદોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરાશે. આ સંમેલન ગુજરાતના બ્રહ્મસમાજની એકતા અને સંગઠનની શક્તિનું પ્રદર્શન બની રહેશે.

રાજકોટ ખાતે આગામી 7 ડિસેમ્બરના રોજ બ્રહ્મસમાજનું એક મોટું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલન નવા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આયોજકો દ્વારા આ સંમેલનને બિનરાજકીય ગણાવવામાં આવ્યું છે, પરંતુ સંમેલનનો મુખ્ય હેતુ સમાજની માંગણીઓને એક મંચ પરથી રજૂ કરવાનો છે. સંમેલન દ્વારા મુખ્યત્વે રાજકારણમાં બ્રહ્મસમાજને યોગ્ય પ્રભુત્વ અને પ્રતિનિધિત્વ આપવાની માંગણી કરવામાં આવશે.

આ ઉપરાંત, લાંબા સમયથી પડતર માંગણીઓમાંની એક એવી કર્મકાંડી બ્રાહ્મણોને વ્યવસાય તરીકે કાયદેસરની માન્યતા આપવા અંગે પણ જોરદાર રજૂઆત કરવામાં આવશે. સંમેલનમાં પુરોહિતો અને ટ્રસ્ટ વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે પણ ચર્ચા કરવામાં આવશે અને આંતરિક વિખવાદોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરાશે. આ સંમેલન ગુજરાતના બ્રહ્મસમાજની એકતા અને સંગઠનની શક્તિનું પ્રદર્શન બની રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments