HomeGujaratRajkotRajkot : મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો, સીંગતેલનો...

Rajkot : મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો, સીંગતેલનો ડબ્બો રૂ.3000ને પાર પહોંચ્યો

સીંગતેલનો ડબ્બો રૂ.3000ને પાર પહોંચ્યો છે અને ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન વધ્યું છે તેમ છત્તા ભાવમાં વધારો જોવા મળ્યો છે, છેલ્લા 22 દિવસમાં રુ. 225નો ડબ્બે ભાવ વધારો થયો છે અને અન્ય તેલના ભાવમાં પણ વધારો થયો છે.હાલ લગ્નસરાની સિઝન શરૂ થવાને કારણે ખાદ્યતેલના ભાવમાં વધઘટ થવા માંડી છે અને આજે સીંગતેલમાં રૂ.10 અને કપાસિયા તેલના ભાવમાં રૂ.20નો વધારો જોવા મળ્યો હતો. હોળાષ્ટક પૂર્ણ થયા બાદ લગ્નસરાની સિઝન શરૂ થઈ ગઈ છે અને તેને કારણે ખાદ્ય તેલના ભાવોમાં વધઘટ જોવા મળી રહી છે.

સીંગતેલનો ભાવ રૂ.2920 હતા તે વધીને રૂ.2930 થયા છે તો કપાસિયા તેલનો ભાવ રૂ.2420 હતો તે વધીને રૂ.2440 થયો છે. હાલ બારમાસી મસાલા અને ખાદ્યતેલ ભરવાની સીઝન ચાલી રહી છે તેમ છતાં સ્થાનિક બજારમાં કોઈ ખરીદી જોવા મળતી નથી તે વેપારી વર્ગ જણાવી રહેલ છે. તો એક તરફ એવું પણ નથી કે મગફળીની આવક નથી, મગફળીની પૂરતી આવક છે તેમ છત્તા સીંગતેલના ભાવમાં વધારો થયો છે તેવું વેપારીઓ જણાવી રહ્યાં છે.

રાજ્યના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના સહયોગથી પ્રથમવાર દેવભૂમિ દ્વારકામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-APMC ખંભાળિયા ખાતે રૂ. ૧ કરોડથી વધુના ખર્ચે સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતો તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવે ખરીદ-વેચાણ કરી શકે તેવા હેતુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકારના સહયોગથી ખંભાળિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નાગરિકોને શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments