E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratRajkotRajkot : રાજકોટના જેતપુર પાસે SMCની મોટી રેડ, બટેકાની આડમાં લઈ...

Rajkot : રાજકોટના જેતપુર પાસે SMCની મોટી રેડ, બટેકાની આડમાં લઈ જવાતો રૂ.86.33 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

રાજકોટના જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા પાસે SMCએ રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે, બટેકાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

રાજકોટના જેતપુર પાસે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે, દરોડા પાડી રૂ. 86.33 લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે અને પાંચ રાજ્યોના રીઢા આરોપીઓ ઝડપી પાડ્યા છે અને પોલીસને સોંપ્યા છે, આગળની તપાસ જેતપુર પોલીસ કરી રહી છે અને દારૂનો માલ કોણે મંગાવ્યો છે તે દિશામાં તપાસ ચાલુ છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ચંડીગઢથી દારૂનો માલ સપ્લાય કરવામાં આવ્યો છે, જેમાં પોલીસે ત્રણ મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને પાંચ રાજયનો રીઢો આરોપી ઝડપાયો છે, SMCએ રનિંગ રેડ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે, SMCની ટીમે દરોડો પાડી અલગ-અલગ બ્રાન્ડની કુલ 25,920 IMFLબોટલો કબ્જે કરી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments