રાજકોટના ધોરાજી પોલીસ સ્ટેશનની મુલાકાતે ફિલ્મ સ્ટાર જોન અબ્રાહમ પહોંચ્યા હતા અને તેમણે પોલીસ સ્ટેશન પહોંચી પીઆઈ સાથે અને અન્ય સ્ટાફ સાથે વાતો કરી હતી, મૂવીના શુંટિગ દરમિયાન સમય કાઢીને જોન પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન.
રાજકોટ જીલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા ફિલ્મ સ્ટાર જોન અબ્રાહમ અને ધોરાજીમાં ફોર્સ 3 મૂવીનું વીડિયો શૂટિંગ માટે આવ્યા હતા, જોન અબ્રાહમે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની લીધી મુલાકાત અને ધોરાજી પોલીસ સ્ટાફ, પીઆઈ, એસ પી સહિતનાઓ સાથે જોને ફોટો પડાવ્યો હતો.

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં બોલિવૂડની આગામી મેગા એક્શન ફિલ્મ ‘ફોર્સ 3’ નું શૂટિંગ ચાલી રહ્યું છે. ધોરાજીના ઐતિહાસિક અને લોકેશન-ફ્રેન્ડલી વિસ્તારોમાં ચાલી રહેલા આ શૂટિંગ વચ્ચે ફિલ્મના મુખ્ય અભિનેતા અને બોલીવૂડ સુપરસ્ટાર જોન અબ્રાહમના આગમનથી સ્થાનિકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી, રોડ પર શુંટિંગ દરમિયાન લોકોના ટોળા પણ ઉમટયા હતા અને પોલીસ બંદોબસ્તની વચ્ચે ફોર્સ 3 મુવીનું શૂટિંગ ચાલી રહ્યું છે.
ફોર્સ’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી કડીના કેટલાક મહત્વપૂર્ણ દ્રશ્યો ધોરાજી અને તેની આસપાસના વિસ્તારો ફિલ્મમાં આવી રહ્યા છે. આ વ્યસ્તાની વચ્ચે પણ જોન પોલીસ સ્ટેશન અને લોકોને મળ્યા હતા, ધોરાજી સિટી ઐતિહાસિક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિલ્મ શૂટિંગ દરમિયાન સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સ્થાનિક પોલીસનો ખૂબ જ મોટો સહયોગ રહ્યો છે.


