E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeGujaratRajkotRAJKOT : 61 લાખના હીરા ચોરીનો ભેદ ઉકેલાયો, રીઢો તસ્કર ઝડપાયો

RAJKOT : 61 લાખના હીરા ચોરીનો ભેદ ઉકેલાયો, રીઢો તસ્કર ઝડપાયો

 રાજકોટનાં કોઠારીયા રીંગ રોડ પર પીરવાડીની સામે ધરમનગરમાં આવેલા ખોડીયાર ડાયમંડ નામના કારખાનામાંથી અંદાજે 50 દિવસ પહેલા થયેલી રૂા. 61 લાખના હીરાની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી લઈ રીઢા તસ્કર અજય જગદીશ નાયકા (ઉ.વ. 34, રહે, હાલ રાજનીવાડ, તા. ઉમરપાડા, સુરત, મુળ રહે, વલસાડ)ને સુરતથી ઝડપી લઈ ચોરીનો તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

આરોપી અજય રીઢો  તસ્કર છે. તેના વિરૂધ્ધ અત્યાર સુધીમાં મુખ્યત્વે રાજકોટના જુદા જુદા પોલીસ મથક ઉપરાંત શાપર, ખેડામાં ચોરીના 18 ગુના નોંધાઈ ચુક્યા છે. 2018 અને 2024ની સાલમાં તેની પાસા તળે પણ અટકાયત થઈ હતી. મુખ્યત્વે રાજકોટમાં રખડતું ભટકતું જીવન વ્યતીત કરતો હતો.અત્યાર સુધી તેણે ઘરફોડી અને બીજી નાની મોટી ચોરીઓ કરી હતી. પ્રથમ વખત તેણે હીરાની ચોરી કરી હતી. તણે રાજકોટનાં સાતેક હીરાના કારખાનાઓમાં રેકી કરી હતી. જેમાંથી ખોડીયાર ડાયમંડમાં ચોરી કરવાનું નક્કી કરી આખરે ગઈ તા. 10નાં રોજ રાત્રે તેને અંજામ આપ્યો હતો. 

માતબર રકમના હીરાની આ ચોરીનો ભેદ ઉકેલવા માટે ક્રાઈમ બ્રાંચ, એસઓજી, ભક્તિનગર પોલીસ, એલસીબી ઝોન-1 અને ઝોન-2ની મળી અડધો ડઝનથી વધુ પોલીસની ટીમો કામે લગાડાઈ હતી. પરંતુ ભેદ ઉકેલાતો ન હતો. આખરે ક્રાઈમ બ્રાંચનાં ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલ, એસીપી ભરત બસીયાના નેતૃત્વ હેઠળ કામ કરી રહેલા પીઆઈ સી.એચ. જાદવ અને પીએસઆઈ એમ.કે. મોવલીયાની ટીમને ચોરીમાં રીઢા તસ્કર અજય નાયકાની સંડોવણી હોવાની માહીતી મળી હતી. 

પરંતુ તે રખડતો ભટકતો રહેતો હોવાથી મળતો ન હતો. ઘણી તપાસ અને શોધખોળનાં અંતે ક્રાઈમ બ્રાંચની ટીમે તેને સુરતના ઉમરપાડા વિસ્તારમાંથી નાટકીય ઢબે ઝડપી લીધો હતો. તેણે ચોરી કરેલા હીરા રાજકોટનાં ગોંડલ ચોકડી પાસે આવેલી એક અવાવરૂ જગ્યા પાસે સંતાડયા હતાં. જયાંથી ક્રાઈમ બ્રાંચે તમામ હીરા કબ્જે કર્યા છે. 

એટલું જ નહી તીજોરી તોડવામાં ઉપયોગમાં લેવાયેલી ડ્રીલ મશીન, પાનાઓ, માસ્ક, ડીવીઆર સહીતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. આરોપી અજય ચોરી કરવામાં માસ્ટર થઈ ગયો હતો. જેને કારણે તેણે સીસીટીવી કેમેરાથી બચી આ ચોરી કરી હતી. પોલીસને જોઈ બીજા માળેથી કૂદી પડયો ક્રાઈમ બ્રાંચની ટીમ સાથે બથંબથ કરી, મહામહેનતે સકંજામાં આવ્યો હીરા ચોરીના આરોપીઓએ આપેલી માહિતીના આધારે જ અંતે પકડાયો

61 લાખના હીરાની ચોરી કરનાર રીઢા તસ્કર અજય નાયકાને પકડાવામાં અગાઉ હીરા ચોરીમાં પકડાયેલા આરોપીઓએ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમ અગાઉ હીરા ચોરીમાં પકડાયેલા આરોપીઓની પુછપરછ કરી રહી હતી ત્યારે તેમાંથી અમુક આરોપીઓએ એવી માહિતી આપી હતી કે, રાજકોટ જેલમાં તેમની સાથે અજય પણ બંધ હતો ત્યારે તે તેમની પાસેથી હીરા ચોરી કઈ રીતે કરવી તેની માહિતી લેતો હતો. 

તે કઈ રીતે હીરાના કારખાનામાં જઈ તીજોરી તોડવી, આ માંટે કયા સાધનોનો ઉપયોગ કરવો તે સહિતની માહિતી મેળવતો હતો. જેથી તેની સંડોવણીની શંકા દર્શાવી હતી. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચને પ્રથમ વખત અજયનું નામ મળ્યું હતું. જેના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેનું કોઈ કાયમી સરનામું ન હોવાથી મળતો ન હતો. વળી તે મોબાઈલ ફોનનો પણ બે-ત્રણ દિવસમાં એકાદ વખત ઉપયોગ કરી સ્વીચ ઓફ કરી દેતો હતો. 

પરીણામે  તેનું લોકેશન પણ મળતુ ન હતું. તેના મિત્રો વગેરે પાસેથી ક્રાઈમ બ્રાંચે તેનું લોકેશન મેળવ્યું હતું. જેમાં તે સુરતનાં ઉમરપાડા વિસ્તારમાં મિત્રને ત્યાં રહેતો હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાંચની ટીમ ત્યાં પહોંચી હતી. તે વખતે ગંધ આવી જતાં અજય બીજા માળની અગાશી ઉપરથી કુદી પડયો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમોએ તેનો પીછો કરતા બથંબથ પણ આવી ગયો હતો. ત્યાર પછી મહામહેનતે તેને ઝડપી લીધો હતો.

CCTV કેમેરાથી બચવા માટે ડીવાઈડર ઉપર ચાલ્યો હતો

રાજકોટ,  : આરોપી અજય રીઢો ચોર હોવાથી ચોરી કરતી વખતે હંમેશા CCTVથી બચવાના પ્રયાસ કરતો હતો. કારખાનામાંથી ચોરી વખતે તેણે ડીવીઆર ચોરી લીધું હતું. એટલું જ નહી ચોરી કર્યા બાદ પગપાળા નીકળ્યો ત્યારે રોડની એક પણ સાઈડ ચાલવાને બદલે ડીવાઈડર પરથી પસાર થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments