E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratRajpipala : એમ. આર. આર્ટ્સ અને સાયન્સ કૉલેજ, રાજપીપળા ખાતેવિશ્વ ધ્યાન દિવસ...

Rajpipala : એમ. આર. આર્ટ્સ અને સાયન્સ કૉલેજ, રાજપીપળા ખાતેવિશ્વ ધ્યાન દિવસ ઉજવાયો

શ્રી એમ. આર. આર્ટ્સ અને સાયન્સ કૉલેજ, રાજપીપળા ખાતે તારીખ ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ વિશ્વ ધ્યાન દિવસ 2025 નિમિત્તે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન પ્રાચાર્ય ડૉ. એસ. જી. માંગરોલા ની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સાધ્વીજી ગુરુમયીજી ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના કાર્યકરો માણેકલાલ સુથાર તથા મૃગેશભાઈ બક્ષીએ પણ પોતાની વિશેષ હાજરી આપી હતી.

    કાર્યક્રમમાં કૉલેજના તમામ વિભાગોના અધ્યક્ષો, કોલેજ પરિવારના અન્ય સ્ટાફ સભ્યો, તેમજ NSS ના સ્વયંસેવકો તથા સ્વયંસેવિકાઓ, NCC ના વિદ્યાર્થીઓ અને કૉલેજના તમામ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડૉ. મનીષ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત NSS ના પ્રોગ્રામ ઓફિસર પ્રો. મનીષાબેન પી. વસાવા, ડૉ. મનીષ બી. પટેલ તથા ડૉ. અલ્પેશ એન. સોલંકીએ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સાધ્વીજી ગુરમયીજીએ સૌપ્રથમ ધ્યાન (મેડિટેશન) અને ધ્યાનના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપી. તેમણે ધ્યાનના નિયમિત અભ્યાસથી માનસિક શાંતિ, એકાગ્રતા, સકારાત્મકતા તથા જીવનમાં સંતુલન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગે સરળ અને અસરકારક રીતે સમજાવ્યું. ત્યારબાદ તેમણે લાઈવ મેડીટેશન  કરાવ્યું, જેના થકી સૌને ધ્યાનની ખૂબ જ સરસ અનુભૂતિ થઈ. કાર્યક્રમની પૂર્ણાહુતિ રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત તમામ લોકોએ અલ્પાહાર લીધો અને કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments