E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratRajpipla : ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા સીરા ગામે મહિલા...

Rajpipla : ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા સીરા ગામે મહિલા સંવાદ યોજાયો

ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા તિલકવાડા તાલુકાના સીરા ગામે મહિલા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પ્રસ્તુત થયેલ બજેટ અંગે ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને માહિતગાર કરવાનો તેમજ મહિલાઓ માટે અમલમાં રહેલી કેન્દ્રીય અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો રહ્યો.


સંવાદ દરમિયાન મહિલાઓને બજેટમાં મહિલાશક્તિ, સ્વરોજગાર, સ્વસહાય જૂથો, આરોગ્ય, શિક્ષણ અને આર્થિક સશક્તિકરણ માટે કરવામાં આવેલી જોગવાઈઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. સાથે જ મહિલાઓ સુધી સરકારની યોજનાઓનો વાસ્તવિક લાભ પહોંચે તે માટે આગેવાનો દ્વારા ઘરે-ઘરે જઈ યોજનાકીય માહિતી પહોંચાડવાનો સંકલ્પ લેવાયો.


કાર્યક્રમમાં મહિલા મોરચાના પ્રમુખ શીતલબેન તડવી, જિલ્લા મહામંત્રી આશિષભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રવણભાઈ તડવી, તાલુકા ભાજપ પ્રમુખ ગૌરાંગ ભાઈ બારીયા, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ધવલ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સંવાદ કાર્યક્રમની સાથે સાથે તાજેતરમાં નિયુક્ત થયેલ હોદ્દેદારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તમામ આગેવાનો દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાની અને મહિલાઓને વિકાસના પ્રવાહ સાથે જોડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.કાર્યક્રમ અંતે મહિલાઓએ સરકારની યોજનાઓ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો અને વિકાસ યાત્રામાં સક્રિય સહભાગી બનવાની ખાતરી આપી.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments