E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratRajpipla : લ્યો કરો વાત, રક્ષક જ ભક્ષક બન્યો

Rajpipla : લ્યો કરો વાત, રક્ષક જ ભક્ષક બન્યો

તિલકવાડા તાલુકાના એક ગામમાં રહેતી યુવાન વિધવા મહિલા ૫૨ એસઆરપી જવાન તરીકે ફરજ બજાવતાં કૌટુબિક જેઠે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ તિલકવાડા પોલીસ મથકે નોંધાઇ છે.

આ મહિલા મોપેડ લઇને તેના ખેતરમાં જઇ રહી હતી તે સમયે તેનો સંબંધી અને એસઆરપીમાં ફરજ બજાવતો રાકેશ બારીયા તેને માર્ગમાં મળ્યો હતો.તેણે મહિલાને મારૂ ખેતર તમારા ખેતરની નજીકમાં હોવાથી મને મોપેડ પર બેસાડી જાઓ તેમ કહયું હતું. મહિલા અને જવાન બંને મોપેડ પર બેસીને ખેતર તરફ જવા માટે નીકળ્યાં હતાં.
જવાન મોપેડ ચલાવી રહયો હતો અને મહિલા પાછળ બેઠી હતી. ખેતરમાં જતી વખતે તેણે પોતાના ખેતરના બદલે મોપેડનેm અન્ય ખેતરમાં વાળી દીધું હતું. ખેતરમાં જઇને મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ તેણે મહિલાને આ વાત કોઇને કહેશે તો જીવતી સળગાવી દેવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ પીડિત વિધવા મહિલાએ તિલકવાડા પોલીસ મથકે એસઆરપી જવાન રાકેશ બારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આરોપી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્ય
છે.બનાવના પગલે તિલકવાડા પંથક ચકચાર મચી જવા પામી છે.

Reporter : દીપક જગતાપ, રાજપીપલા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments