અત્યારે કોરોનાનો માહોલ છે. કોરોના વાયરસ બીમારીનો કહેર ફરી જોવા મળતા લોકો ભોજનને લઈને સતર્ક બન્યા છે. સામાન્ય રીતે સપ્તાહના અંતમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં જવાનું ચલણ વધ્યું છે. અને ખાસ કરીને રવિવારની સવારે મોટાભાગના ગુજરાતી ઘરોમાં ફાફડા, જલેબી અને ખમણ જેવા નાસ્તા જોવા મળે છે. કોરોના સ્થિતિમાં તમે બહારના નાસ્તાને એવોઇડ કરવા જોઈએ.
તમે ઘરે ઓછા સમયમાં સરસ નાસ્તો બનાવી શકો છો. આજે તમને ઘરની ઓછી સામગ્રીમાં બનતો લોકોનો ફેવરીટ નાસ્તો બનાવવી રીત જણાવીશું. આ બનાવવા તમારે વધુ સમય પણ રસોડામાં આપવો પડશે નહી. આજના લેખમાં તમને નાયલોન ખમણ બનાવવી રીત જણાવીશું.
નાયલોન ખમણ બનાવવાની સામગ્રી :
આ ખમણ બનાવવા રોજિંદા મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, કોથમીર, લીલા મરચાં, વઘાર માટે તેલ, રાઈ હિંગ અને મીઠો લીમડાનો ઉપયોગ કરવો.
3 વાડકા ચણાનો લોટ
1 ચમચી લીંબુના ફુલ.
6/8 ચમચી ખાંડ
1 ચમચી ખાવાનો સોડા.
1 લીંબુ
1/2વાટકી ખાંડ
નાયલોન ખમણ બનાવવાની રીત :
નાયલોન ખમણ બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં લીંબુના ફૂલ, મીઠું, ખાંડ અને પાણી ઉમેરી આ મિશ્રણને બરાબર હલાવવું. આ મિશ્રણ હલાવો ત્યારે ધ્યાન રાખો એક જ દિશામાં તેને ફેરવો. બે-ત્રણ મિનિટ આ મિશ્રણને હલાવ્યા બાદ 8 થી 10 મિનિટ સુધી તેને એરટાઈટ વાસણમાં ઢાંકી રાખો. અને હવે બીજી બાજુ તમે ગેસ પર પાણી ગરમ કરવા મૂકો. અને તેમાં સ્ટેન્ડ મૂકી એક થાળીમાં તેલ લગાવી પેનમાં ગરમ કરવા મૂકવી.
ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ લો. પછી તેમાં મીઠું અને પાણી નાંખીને ખીરું તૈયાર કરો. પાંચ મિનિટ આ ખીરું મૂકી રાખો જેથી અંદર ગઠ્ઠા ના રહે. પછી તેમાં ખાવાનો સોડા અને એટલો જ ઇનો લો અને 1 ચમચી તેલ રેડી દો સાથે લીંબુ નીચોવી તરત ખીરામાં મિક્સ કરી લો. પછી થોડીવાર બરાબર હલાવી ખીરું ગરમ કરેલ થાળીમાં રેડી દો અને તરત ઢાંકણ ઢાંકી દો.
ગેસ પર મધ્યમ તાપ પર 15/20 મિનિટ મૂક્યા બાદ ટૂથપિકની સ્ટિક નાખી ચેક કરી લો. જો સ્ટીકને લોટ ના ચોંટે તો સમજવું કે તમારા નાયલોન ખમણ બરાબર સ્ટિમ થયા છે.
હવે તૈયાર થયેલ ખમણની થાળીમાં વઘાર કરવા માટે તેલ ગરમ કરી રાઈ હિંગ લીલાં મરચાંને લીમડો નાખી 1 વાટકી પાણી રેડી 1/2વાટકી ખાંડ નાખી ગરમ કરી ખમણ પર રેડી દો. લો તૈયાર થઈ ગયા તમારા નાયલોન ખમણ. આ ખમણ તૈયાર થયા બાદ તમે ઉપર કોથમીર નાખી સર્વ કરી શકો છો. નાયલોન ખમણને તમને લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો.