Vada pav recipe: વડાપાઉં ખાવાની મજા આવે છે. વડાપાઉં તમે આ રીતથી બનાવશો તો સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે અને ખાવાની પણ મજા આવશે. આ રીતે એકદમ સરળ છે.
Vada pav recipe: વડાપાઉં તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. વડાપાઉં તમે આ સ્ટાઈલથી ઘરે બનાવશો તો ટેસ્ટમાં સુપર ટેસ્ટી બનશે અને ખાવાની પણ મજા આવશે. ખાસ કરીને મુંબઈના વડાપાઉં ખૂબ ફેમસ છે. આમ, તમારાથી વડાપાઉં ટેસ્ટી બનતા નથી તો આ રીત નોંધી લો. તો જાણો વડાપાઉં બનાવવા માટેની પરફેક્ટ રીત.
સામગ્રી
બાફેલા બટાકા
એક કપ બેસન
પાઉં
બે ચમચી તેલ
એક ચમચી રાઈ
વરિયાળી
હિંગ
ડુંગળી
આદુ-લીલા મરચાંની પેસ્ટ
લાલ મરચાનો પાઉડર
કોથમીર
લીંબુનો રસ
લસણ
હળદર
મીઠું
તલ
ક્રશ કરેલું નારિયેળ
લાલ મરચું
આમલી
સોડા
બનાવવાની રીત
મુંબઈ સ્ટાઈલ વડાપાઉં બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે વરિયાળી, રાઈ નાખો. ત્યારબાદ પેનમાં ડુંગળી અને લસણ-લીલા મરચાંની પેસ્ટ એડ કરો.
ત્યારબાદ બાફેલા બટાકા, હળદર, મીઠું, લાલ મરચું અને ધાણાજીરું એડ કરો. પછી લીંબુનો રસ મિક્સ કરો.
મસાલામાંથી સ્મેલ આવવા લાગે એટલે ગેસ બંધ કરી દો. પછી બીજા પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. આ તેલમાં લસણ, લાલ મરચું, સફેદ તલ અને ક્રશ કરેલું નારિયેળ મિક્સ કરો.
પછી આમાં રોસ્ટેડ સિંગ, મીઠું અને લાલ મરચું એડ કરો. ત્યારબાદ આમલી મિક્સ કરીને આ બધી વસ્તુમાંથી પેસ્ટ તૈયાર કરો.
હવે એક બાઉલમાં બેસન લો. ત્યારબાદ બેસનમાં સોડા, મીઠું અને લાલ મરચું નાખીને પેસ્ટ તૈયાર કરી લો. આ સાથે બટાકાના બોલ્સ બનાવો.
બટાકાના બોલને ચણાના લોટમાં ડિપ કરીને ડીપ ફ્રાય કરો. જ્યારે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેલમાંથી કાઢી લો.
લીલા મરચાંને આ તેલમાં ફ્રાય કરો. પાઉંને વચ્ચેથી કટ કરીને એમાં લીલી ચટણી અને મસાલા પેસ્ટ લગાવો. ત્યારબાદ વચ્ચે બટાકાનું વડુ મૂકો.
તો તૈયાર છે વડાપાઉં.
આમ, તમે આ વડાપાઉંને લીલા મરચાંની ચટણી અને તળેલા લીલા મરચાં સાથે સર્વ કરો છો તો ખાવાની મજા આવે છે.
આમ, તમે આ રીતથી વડાપાઉં બનાવશો તો સ્વાદમાં મસ્ત બનશે અને ખાવાની પણ મજા આવશે.