E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaRepublic Day 2026: પ્રજાસત્તાક દિવસે મેળવો પરફેક્ટ દેશભક્તિ લુક, લેટેસ્ટ 'ત્રિરંગા' નેઈલ...

Republic Day 2026: પ્રજાસત્તાક દિવસે મેળવો પરફેક્ટ દેશભક્તિ લુક, લેટેસ્ટ ‘ત્રિરંગા’ નેઈલ આર્ટ ડિઝાઇન્સ સુંદરતામાં વધારો કરશે

રાષ્ટ્રીય તહેવાર 26 જાન્યુઆરીને હવે ગણતરીના દિવસો બાકી છે. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની દિલ્હી સહિત ભારતભરમાં ધામધૂમથી ઉજવણી થશે. અત્યારથી જ લોકોમાં દેશભક્તિનો રંગ ચઢવો લાગ્યા છે. આ દિવસે શાળા અને સોસાયટીમાં ધ્વજવંદન કરવામાં આવે છે. આ ખાસ પ્રસંગો પર તમે પોતાના લુકને દેશભક્તિનો ટચ આપી શકો છો. આજકાલ ત્રિરંગો નેઇલ આર્ટ ટ્રેન્ડમાં છે. તમે ત્રિરંગાના કલરમાં અથવા સ્પેશિયલ રીતે દેશભક્તિ બતાવી શકો છો.

ભારતીયોનું ગૌરવ અને પ્રતિષ્ઠા ગણાતા આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. આજકાલ યુવતીઓમાં નેઈલ પોલિશ નહીં નેઇલ આર્ટનો ટ્રેન્ડ વધુ ફેમસ છે. ભારતના ધ્વજમાં હોય તેવા એટલે કે ત્રિરંગાની સ્ટાઈલમાં તમે જુદીજુદી રીતે નેઇલ આર્ટ કરી શકો છો.કેસરી, સફેદ અને લીલા રંગમાં આ સુંદર ડિઝાઇન ફક્ત સુંદર જ નથી લાગતી પણ તમારા દેશ પ્રત્યેના પ્રેમને પણ દર્શાવે છે. સાડી હોય કે સૂટ, આ સરળ ડિઝાઇન દરેક સ્ત્રીના નખ પર અદભુત દેખાઈ શકે છે. આ પ્રજાસત્તાક દિવસ માટે તમે સુંદર અને સરળ નેઇલ ડિઝાઇન ટ્રાય કરી શકો છો.

નેઇલ આર્ટ કરી તમે ભારતની સંસ્કૃતિ અને દેશભક્તિને સુંદર રીતે દર્શાવી શકો છો. ત્રિરંગામાં કેસરી, સફેદ અને લીલા રંગ હોય છે. આ ત્રણેય કલરને અલગ-અલગ અથવા મિક્સ કરી સુંદર નેઇલ આર્ટ કરી શકો છો. આ ઉપરાંત તમે નેઇલ આર્ટમાં અશોક ચક્ર દર્શાની શકો છો. આ સ્પેશિયલ પ્રકારના નેઇલ આર્ટ પ્રજાસત્તાક દિવસ પર પોતાનો લુકને વધુ સ્ટાઇલિશ અને દેશભક્તિનો સ્પર્શ આપે છે. કેસર, સફેદ અને લીલા રંગનો સુંદર ઢાળ, મધ્યમાં અશોક ચક્ર સાથે, આ નેઇલ આર્ટને અનોખી બનાવે છે. આ ડિઝાઇન કે સ્ટાઇલિશ નથી પ્રજાસત્તાક દિવસે ત્રિરંગા પ્રત્યેના ગર્વ અને આદરને વ્યક્ત કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments