જેતપુર તાલુકાના જુની સાંકળી ગામે સીમ વિસ્તારમાં એક ખેતરમાંથી રાત્રીના સમય દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ કપાસની 22 ભારીઓ ચોરી કરી લય ગયેલ હોય જેની ફરિયાદ જેતપુર તાલુકા પોલીસ મથકમાં ભારતીય ન્યાય સહિતા 2023ની કલમ 303(૨) 329(૩) મુજબ ગુનો નોંધાયો હતો

આ બનાવની ગંભીરતા ધ્યાને લઇ રાજકોટ રેન્જ આઇજી અશોકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર નાઓએ ગુન્હાના આરોપી તથા મુદ્દામાલ તાત્કાલીક શોધી કાઢવા સુચના કરેલ હોય.
જે અન્વયે જેતપુર ડિવિઝનના ડીવાયએસપી આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ તાલુકા પીઆઈ એ.એમ.હેરમાં તથા પીએસઆઈ બી.ડી.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા બનાવવાળી જગ્યાના આસપાસના તથા ગ્રામ્ય વિસ્તારના CCTV ફુટેજ તપાસવામાં આવેલ તે દરમ્યાન અલગ અલગ માણસોની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા હતા.
તે દરમ્યાન એ.એસ.આઇ. વિપુલભાઇ મારૂ તથા પો. હેડ કોન્સ. અજીતભાઇ ગંભીર તથા પો.કોન્સ. પ્રધુમનસિંહ વાઘેલાને ચોક્કસ હકિકત મળેલ કે ઉપરોક્ત ચોરીમા ઉપયોગ થયેલ વાહન તથા તેના બન્ને આરોપીઓ આજરોજ મોટાગુંદાળા કેનાલે જતા રોડ ઉપર કોઇ ખેતરમા ફરીથી ચોરી કરવાની ફિરાકમાં હોય જેથી હકિકત આધારે બન્ને આરોપીઓ સાગર ચંદુભાઈ બરૈયા અને અર્જુનસિંહ દિલિપસિંહ ગોહિલ (રહે. બંન્ને મોટીમારડ ગામ તા.ધોરાજી)ને ચોરીમા ઉપયોગ અશોક લેલન પીકઅપ વાહન તથા કપાસના વેંચાણથી મેળવેલ 64.000 હજાર રોકડ રૂપીયા મોબાઈલ ફોન નંગ બે મળી કુલ રૂપિયા 3.74 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી અટક કરી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી.
આ બંને શખ્સો ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં દિવસ દરમિયાન રેકી કરી ખેતરોમાં ખુલ્લામાં રાખેલ જણસોની રાત્રી સમયે પોતાના ઉપરોક્ત વાહનમાં આવી જણસોની ચોરી કરી યાર્ડ તથા જીનીગમા વેંચાણ કરવાની ટેવ ધરાવે છે
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,


