E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratSabarkantha : પ્રાંતિજ મામલતદાર કચેરીનો સેવક રૂ.ર હજારની લાંચ લેતાં ઝડપાયોસર્વે નંબરની...

Sabarkantha : પ્રાંતિજ મામલતદાર કચેરીનો સેવક રૂ.ર હજારની લાંચ લેતાં ઝડપાયોસર્વે નંબરની જુની નોંધો કાઢી આપવા લાંચ માંગી હતી

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ મામલતદાર કચેરીમાં કરાર આધારીત ફરજ બજાવતા એક સેવકે અરજદારને સર્વે નંબરની જુની નોંધો કાઢી આપવા માટે રૂ.ર હજારની લાંચ માંગી હતી. જેથી નોંધની માંગણી કરનાર નાગરિકે લાંચ આપવી ન પડે તે આશયથી લાંચનું છટકુ ગોઠવ્યુ હતું. જે આધારે ગુરૂવારે આ સેવક રૂ.ર હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ એસીબી ગાંધીનગરે તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .

આ અંગે ગાંધીનગર એસીબીના પીઆઈ એમ.એમ.સોલંકીના જણાવાયા મુજબ પ્રાંતિજ મામલતદાર કચેરીમાં કરાર આધારીત સેવક તરીકે કામ કરતા રાજેન્દ્રસિંહ છત્રસિંહ ઝાલા ઈ-ધરા મામલતદાર કચેરીમાં એક નાગરિક તેમના સર્વે નંબરની જુની નોંધોની જરૂર હોવાને કારણે તેમણે સેવક રાજેન્દ્રસિંહ ઝાલાનો સંપર્ક કર્યો હતો જયાં આ સેવકે જુની નોંધો કાઢી આપવા માટે રૂ.ર હજારની માંગણી કરી હતી. પરંતુ આ જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હતા.
જેથી તેમણે ગાંધીનગર એસીબીનો સંપર્ક કરી ગુરૂવારે લાંચનું છટકુ ગોઠવ્યુ હતું. જે મુજબ મામલતદાર કચેરીની પાછળના ભાગે સેવક જાગૃત નાગરિક પાસેથી રૂ.ર હજારની લાંચ લેતાં એસીબી અધિકારીની હાજરીમાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ એસીબીએ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે અંગે પ્રાંતિજ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓને ખબર પડતાં ચકચાર મચી જવા પામી હતી.

ઉમંગ રાવલ સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments