ઇડરના ગંભીરપુરા વિસ્તારમાં ડુંગર પર અચાનક ભીષણ આગ લાગી છે. આ આગનો પ્રભાવ નજીકના રહેણાંક વિસ્તાર સુધી પહોંચતા સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે
ઇડરના ગંભીરપુરા વિસ્તારમાં ડુંગર પર અચાનક ભીષણ આગ લાગી છે. આ આગનો પ્રભાવ નજીકના રહેણાંક વિસ્તાર સુધી પહોંચતા સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ડુંગર પર રહેતા દીપડા અને મોર સહિતના પ્રાણીઓ માટે આ આગ ગંભીર ખતરો બની છે.સ્થાનિકોને આ ઘટનાની જાણ થતાં ઇડર ફાયર ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી, અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ શરૂ કર્યા.

સ્થાનિકોએ આ ઘટનામાં ફોરેસ્ટ વિભાગ પર પણ તીખા આક્ષેપ કર્યા છે. ડુંગર વિસ્તારના જવાબદાર ફોરેસ્ટ અધિકારીઓ “કુંભકર્ણ ની નિદ્રામાં” હોવાના આરોપો લગાવાયા છે. વન્યજીવ માટે મહત્વપૂર્ણ આ વિસ્તારોમાં આગ ફેલાઇ છે પણ તંત્રએ બેદરકારી દાખવી હતી
આ આગના કારણે હાઈવે રોડ સહિતના માર્ગોમાં ધૂમાડો છવાયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આગ લાગવાના મૂળ કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને ફાયર વિભાગના અધિકારીઓ આગનાં કારણની તપાસ શરૂ કરી છે.
ફાયર ટીમ દ્વારા પ્રયાસો શરૂ છે અને આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.


