E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratSabarkantha : ઉતરાયણ પૂર્વે વડાલી પોલીસની કાર્યવાહી, પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે...

Sabarkantha : ઉતરાયણ પૂર્વે વડાલી પોલીસની કાર્યવાહી, પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

વડાલી નજીકથી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે.ઉતરાયણનો તહેવાર નજીક આવતા જ જીવલેણ ચાઈનીઝ દોરીનું વેચાણ અને હેરફેર વધતી હોય છે, જેને રોકવા માટે પોલીસ એક્શન મોડમાં છે. સાબરકાંઠાના વડાલી નજીકથી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે.

મળતી માહિતી મુજબ, વડાલી પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ પોતાના મોટર સાયકલ પર ચાઈનીઝ દોરીનો જથ્થો લઈને પસાર થઈ રહ્યો છે. વડાલીથી ભવાનગઢ તરફ જવાના માર્ગ પર પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થતા મોટર સાયકલ સવારને રોકીને તપાસ કરતા તેની પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની રીલ મળી આવી હતી.

પોલીસે આ શખ્સ પાસેથી અંદાજે રૂ. 6 હજારની કિંમતની ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે. ગુજરાત સરકાર અને હાઈકોર્ટ દ્વારા ચાઈનીઝ દોરીના ઉપયોગ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં, આ શખ્સ તેની હેરફેર કરતો ઝડપાયો હતો. વડાલી પોલીસે શખ્સ સામે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર કેસમાં એક પાસું ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પ્રાથમિક અહેવાલ મુજબ, પોલીસે ચાઈનીઝ દોરીના જથ્થા સાથે શખ્સની ધરપકડ કરી છે, પરંતુ નોંધવામાં આવેલી ફરિયાદમાં જે મોટર સાયકલ પર આ જથ્થો લવાયો હતો, તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ બાબતને લઈને સ્થાનિક સ્તરે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments