E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSabarkantha : પ્રાંતિજ બાદ હવે વડાલીમાં ફુગ્ગામાં ભરવાનો ગેસ બ્લાસ્ટ, કારમાં લાગી...

Sabarkantha : પ્રાંતિજ બાદ હવે વડાલીમાં ફુગ્ગામાં ભરવાનો ગેસ બ્લાસ્ટ, કારમાં લાગી આગ

વડાલીના ધરોઈ ચોકડી પાસે ફુગ્ગામાં ભરવાના ગેસની બોટલ ફાટતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઉત્તરાયણની ખરીદી કરી રહેલા લોકોમાં આ ઘટનાને પગલે ભારે ફાળ પડી હતી.સાબરકાંઠા જિલ્લામાં ગેસ બોટલ ફાટવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વડાલીના ધરોઈ ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક ફુગ્ગામાં ભરવાના ગેસની બોટલ પ્રચંડ ધડાકા સાથે ફાટતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઉત્તરાયણની ખરીદી કરી રહેલા લોકોમાં આ ઘટનાને પગલે ભારે ફાળ પડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધરોઈ ચોકડી પાસે ફુગ્ગામાં ગેસ ભરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક ગેસની બોટલ ભડાકા સાથે તૂટી પડી હતી. આ દરમિયાન ગેસ ભરેલા ફુગ્ગા હવામાં ઉડ્યા હતા અને ઉપરથી પસાર થતા હાઈવોલ્ટેજ વીજતારને અડતા આકાશમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે નજીકમાં પાર્ક કરેલી એક કારમાં તત્કાલ આગ લાગી ગઈ હતી.

બ્લાસ્ટને કારણે કારમાં આગ લાગતા અંદર બેઠેલા કારચાલકનો જીવ જોખમમાં મુકાયો હતો. જોકે, પેટ્રોલ પંપના કર્મચારીએ ભારે હિંમત અને સમયસૂચકતા દાખવી હતી. તેમણે તાત્કાલિક ફાયર એક્સ્ટિંગ્યુસર (અગ્નિશામક બાટલા) નો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને કારચાલકનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર આવા ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા તત્વો સામે કેવા કડક પગલાં ભરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments