સાબરકાંઠા જિલ્લાના બાળકોમા સાહસિક વૃત્તિ અને કુદરત પ્રત્યે લગાવ વધે તેવા ઉમદા હેતુ સાથે આજે સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા સંઘ દ્વારા આજે ઈડરિયા ગઢ ખાતે પર્વતારોહણ અને રેપલિંગ કાર્યક્રમનુ શાનદાર આયોજન કરવામા આવ્યુ હતુ

આ તમામ કાર્યક્રમ ભારત સ્કાઉટ ગાઈડના સાબરકાંઠા અને
અરવલ્લી જિલ્લાના ચીફ કમિશ્નર અતુલભાઈ દીક્ષિતના આગેવાની હેઠળ કરવામા આવ્યો હતો.
આજે વહેલી સવારે સ્કાઉટ ગાઈડના સભ્યો દ્વારા પ્રાર્થના અને ધ્વજવંદન સાથે ટ્રેકિંગનો પ્રારંભ કરવામા આવ્યો હતો ઈડરિયા ગઢની પહાડી રસ્તાઓ પર ચઢાણ દરમિયાન વિદ્યાર્થીઓએ ટીમ વર્ક અને આત્મવિશ્વાસના પાઠ શીખ્યા હતા આ સાથે
પર્વતારોહણની સાથે ‘પ્લાસ્ટિક મુક્ત પર્વત’ અભિયાન અંતર્ગત શિક્ષકોએ બાળકોને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો હતો.આ કાર્યક્રમમા જોડાયેલા તમામ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સ્કાઉટ લીડર્સના માર્ગદર્શન હેઠળ સુરક્ષાના તમામ નિયમોનુ પાલન કરીને આ પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.


