E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSabarkantha : હિંમતનગરમાં ઝેરી દૂધ મામલે ઉગ્ર વિરોધ, જિલ્લા કલેક્ટર કચેરીએ દૂધની...

Sabarkantha : હિંમતનગરમાં ઝેરી દૂધ મામલે ઉગ્ર વિરોધ, જિલ્લા કલેક્ટર કચેરીએ દૂધની મટકી ફોડી

સાબરકાંઠા જિલ્લામાં ઝેરી અને કેમિકલયુક્ત દૂધ ઝડપાવાના મામલે આજે હિંમતનગરમાં ઉગ્ર વિરોધ જોવા
મળ્યો હતો.સાબરકાંઠા જિલ્લામાં ઝેરી અને કેમિકલયુક્ત દૂધ ઝડપાવાના મામલે આજે હિંમતનગરમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રાંતિજના એક યુવક દ્વારા દૂધની મટકી ફોડી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ગત રોજ પ્રાંતિજ તાલુકાના સલાલ વિસ્તારમાંથી હજારો લિટર કેમિકલયુક્ત અને ઝેરી દૂધ ઝડપી પાડવામાં આવ્યું હતું. ફૂડ વિભાગની તપાસ દરમિયાન જિલ્લામાં કુલ 1300 લીટરથી વધુ ઝેરી દૂધ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.યુવકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દૂધની મટકી ફોડી સરકાર અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો.

આજે પ્રાંતિજના યુવકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દૂધની મટકી ફોડી સરકાર અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. યુવકનું કહેવું છે કે લોકોના આરોગ્ય સાથે સીધો ખેલ થઈ રહ્યો છે છતાં ફૂડ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.ઝેરી અને કેમિકલયુક્ત દૂધના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા છે.

જિલ્લામાં ઝેરી દૂધનો પર્દાફાશ થયા બાદ પણ ફૂડ વિભાગની નિષ્ક્રિયતા સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકો તાત્કાલિક કડક કાર્યવાહી અને દોષિતો સામે કાનૂની પગલાંની માંગ કરી રહ્યા છે..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments