E-Paper
Saturday, March 7, 2026
E-Paper
HomeGujaratSarangpur : શ્રીકષ્ટભંજનદેવ દાદાને ઓર્કિડ અને સેવંતીના ફૂલોનો વિશેષ શણગાર કરાયો,...

Sarangpur : શ્રીકષ્ટભંજનદેવ દાદાને ઓર્કિડ અને સેવંતીના ફૂલોનો વિશેષ શણગાર કરાયો, Video જોઈને કરો દાદાના દર્શન

શ્રીકષ્ટભંજનદેવ દાદાને ઓર્કિડ અને સેવંતીના પુષ્પોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે અને મારુતિયજ્ઞનું આયોજન કરાયું છે અને હજારો હરિભક્તોએ દર્શનનો લ્હાવો લીધો છે.સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે બિરાજમાન શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે તારીખ 07-03-2026, શનિવારના રોજ દાદાને અત્યંત મનોહર અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને વિશેષ વાઘા ધરાવી, સમગ્ર સિંહાસનને ઓર્કિડ અને સેવંતીના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારે 05:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી અને સવારે 07:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.

શનિવારના પવિત્ર દિવસે મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. દાદાના આ અદભૂત શણગાર અને આરતીનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા. ફૂલોની સુગંધ અને દાદાના તેજસ્વી મુખારવિંદના દર્શન કરી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments