શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને એમ્બ્રોઇડરી વર્ક અને ફૂલની ડીઝાઇનવાળા વાઘા એવં ઓર્કિડ-સેવંતીના મિક્સ ફુલોનો શણગાર કરાયો સાથે સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે.સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી 07-02-2026ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વૃંદાવન તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્ક અને ફુલની ડીઝાઇનવાળા વાઘા એવં ઓર્કિડ-સેવંતીના મિક્સ ફુલોનો શણગાર કરાયો હતો.

આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી વડતાલ મંદિરના ચેરમેન ડૉ.સંતવલ્લભદાસજી સ્વામી દ્વારા અને સવારે 7:00 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સાંજે 04:30 કલાકે દાદાનુ દિવ્ય રાજોપચાર પૂજનનુ આયોજન કરવામાં આવ્યું છે. અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.


