E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeLIFE STYLESilver Anklet : ચાંદીની પાયલ કાળી પડી ગઇ છે? ઘરે બેઠા જ...

Silver Anklet : ચાંદીની પાયલ કાળી પડી ગઇ છે? ઘરે બેઠા જ મિનિટોમાં થઇ જશે સાફ

ચાંદીના ઘરેણામાં કાળા થઇ જાય તો શું કરવુ જોઇએ. મોટાભાગના લોકો માર્કેટમાં ધોવડાવા આપી દે છે. પણ તમે આ કામ ઘરે બેઠા જ કરી શકો છો.

ચાંદીની પાયલ સ્ત્રીઓનું માટે પ્રિય ઘરેણું છે. તે ફક્ત પરંપરાગત દેખાવ જ નહીં પરંતુ રોજિંદા પોશાકને પણ પૂરક બનાવે છે. જો કે, દરરોજ ચાંદીની પાયલ પહેરવાથી તે ધીમે ધીમે કાળા થઈ શકે છે. હવામાં સલ્ફર, ભેજ, પરસેવો અને રસાયણોના સંપર્કમાં આવવાથી ચાંદીની પાયલ ઓક્સિડાઇઝ થાય છે. આ તેમની સુંદરતા ઘટાડે છે અને તેમને અપ્રિય બનાવે છે. તમે ઘરે જ સરળતાથી તેને સાફ કરી શકો છો.

ચાંદીના પાયલ સાફ કરવા માટે તમે બેકિંગ સોડા અને પાણીનો ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં થોડો બેકિંગ સોડા લો અને તેને પાણી સાથે ભેળવીને જાડી પેસ્ટ બનાવો. હવે નરમ કપડા અથવા જૂના ટૂથબ્રશથી આ પેસ્ટને પાયલ પર હળવા હાથે ઘસો. થોડા સમય પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. પાયલ પરથી કાળાશ દૂર થઇ જશે.

લીંબુ અને મીઠાનો ઉપયોગ કરીને પાયલમાંથી ડાઘ પણ દૂર કરી શકાય છે. લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ ચાંદીમાંથી ડાઘ દૂર કરવામાં મદદ કરે છે. આ કરવા માટ એક બાઉલમાં લીંબુનો રસ લો અને થોડું મીઠું ઉમેરો. તેમાં પાયલને લગભગ 15 મિનિટ સુધી પલાળી રાખો. પછી નરમ બ્રશથી ધીમેથી ઘસો.

તમે એલ્યુમિનિયમ ફોઇલ અને મીઠાનો ઉપયોગ કરીને ડાઘ પડી ગયેલા ચાંદીના પાયલને પણ સાફ કરી શકો છો.એક કન્ટેનરમાં એલ્યુમિનિયમ ફોઇલ મૂકો. તેમાં ગરમ ​​પાણી રેડો અને થોડું મીઠું ઉમેરો. પછી પાયલને થોડી મિનિટો માટે તેમાં પલાળી રાખો. આનાથી ચાંદીમાંથી ડાઘ સરળતાથી દૂર થઈ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments