E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeSportsSports : કોણ છે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતી હુંડીયા? T20 વર્લ્ડકપ જીત્યા...

Sports : કોણ છે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતી હુંડીયા? T20 વર્લ્ડકપ જીત્યા બાદ સાથે કરી ઉજવણી

ભારતીય ક્રિકેટના વર્તુળોમાં બે નામો હાલમાં ચર્ચામાં છે. શાનદાર ક્રિકેટ અને ગ્લેમરના સંગમના કારણે આ નામ હાલમાં ચર્ચામાં છે. આ નામો બીજા કોઈ નહીં પણ ઈશાન કિશન અને તેની સુંદર ગર્લફ્રેન્ડ અદિતી હુંડિયાના છે. જયપુરની ફેમશ મોડેલ અદિતિ હુંડિયા અને સ્ટાર ક્રિકેટર ઈશાન કિશન વચ્ચેના સંબંધોની તાજેતરમાં સત્તાવાર પુષ્ટિએ સોશિયલ મીડિયાથી લઈને ખેલ જગત સુધી સનસનાટી મચાવી દીધી છે. વર્ષોની ચાલી રહેલી અટકળો પર ત્યારે અંત આવ્યો જ્યારે વર્ષ 2026ના ICC મેન્સ T20 વર્લ્ડ કપના ઉત્સાહ વચ્ચે ઈશાન કિશનના પરિવારે ખાસ કરીને તેના દાદાએ જાહેરમાં અદિતિને ઈશાનની પાર્ટનર તરીકે સ્વીકારી. આ ખુલાસાએ ન માત્ર ચાહકોની જિજ્ઞાસાને સંતોષી પરંતુ અદિતી હુંડિયાને ફરી એક વાર નેશનલ લાઈમલાઈટના કેન્દ્રમાં લાવી દીધી. હવે, લોકો જાણવા માટે ઉત્સાહિત છે કે અદિતી કોણ છે, તે શું કરે છે અને તેનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે. તો ચાલો અમે તમને અદિતી વિશે જણાવીએ.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IND vs NZ T20 વર્લ્ડ કપ 2026ની રોમાંચક ફાઈનલ દરમિયાન સ્ટાર ક્રિકેટર ઈશાન કિશનને ચિયર કરવા માટે તેનવી ગર્લફ્રેન્ડ અને ફેમસ મોડેલ અદિતી હુંડિયા સ્ટેન્ડમાં હાજર રહી હતી. રેડ ટેન્ક ટોપ અને કેઝ્યુઅલ ડેનિમ્સમાં અદિતીએ પોતાના ઉત્સાહથી બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. ઈશાન અને અદિતીના સંબંધની શરૂઆત કથિત રીતે IPL 2019 દરમિયાન થઈ હતી, ત્યારબાદથી તે ઘણીવાર મેદાન પર ઈશાનને સપોર્ટ કરતી દેખાઈ. રવિવારે મેન ઈન બ્લુએ T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીત્યા બાદ ઈશાન કિશન ત્રિરંગામાં લપેટાયેલો જોવા મળ્યો અને તેની ગર્લફ્રેન્ડ અદિતી હુંડિયા સ્ટેન્ડમાંથી આવી અને ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણીમાં તેની સાથે જોડાઈ.

અદિતી હુંડિયાની ઓળખ માત્ર એક “સ્ટાર ગર્લફ્રેન્ડ” સુધી જ મર્યાદિત નથી, તે રાજસ્થાનની રાજધાની જયપુર સાથે સબંધ ધરાવનારી એક ખૂબ જ સફળ મોડલ અને ઉભરતી એન્ટરપ્રેન્યોર છે. તેના કરિયરની શરૂઆત 2017માં થઈ હતી જ્યારે તેણે ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ફાઈનલિસ્ટ તરીકે સ્થાન મેળવ્યું હતું. તેની સુંદરતા અને આત્મવિશ્વાસે તેને ટૂંક સમયમાં મોટી ઓળખ અપાવી અને 2018માં તેણે મિસ દિવા સુપરનેશનલનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે અદિતિ ફેશન ઈન્ડસ્ટ્રીમાં એક પ્રખ્યાત નામ છે, જે સુંદરતા અને ગ્લેમરના ચાર ચાંદ લગાવવામાં પાછળ નથી રહેતી.

જયપુરની ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ અદિતી હુંડિયાએ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો હતો. કોલેજના દિવસોથી ફેશન અને રેમ્પ વૉક પ્રત્યેના તેના જુસ્સાએ તેને દેશના સૌથી મોટા બ્યૂટી પેજન્ટના મંચ સુધી પહોંચાડી જ્યાંથી તેણે ક્યારેય પાછળ ફરીને નથી જોયું. અદિતિના વ્યક્તિત્વને ઘડવામાં તેમના પરિવારની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

જયપુરના એક પ્રતિષ્ઠિત બિઝનેસ પરિવારમાં જન્મેલી અદિતીના પિતા લલિત હુંડિયા એક બિઝનેસમેન છે, જ્યારે તેની માતા બબીતા ​​હુંડિયાએ તેના મોડેલિંગ કરિયરના દરેક પડાવ પર એક મજબૂત સ્તંભની જેમ તેને સાથ આપ્યો છે. પોતાના ભાઈ યશ હુંડિયા સાથે પણ તેના ગાઢ સંબંધ છે. એક શ્રીમંત પરિવારમાંથી આવવા છતાં અદિતીએ હંમેશા પોતાની પર્સનલ લાઈફને લો પ્રોફાઈલ જાળવી રાખી છે અને પોતાના વ્યાવસાયિક કામને જ પોતાની પ્રાથમિક ઓળખ બનાવી છે.

ઈશાન કિશન અને અદિતીની લવ સ્ટોરીની શરૂઆત અને તેની ચર્ચાની સફર પણ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછી નથી. IPL મેચ દરમિયાન કેમેરા ઘણીવાર અદિતિ પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા, જે સ્ટેન્ડમાં બેઠી હતી અને ઈશાનના દરેક શોટ પર ઉત્સાહિત નજર આવતી હતી. ખાસ કરીને 2019ની IPL સીઝન દરમિયાન તે રાતો-રાત મિસ્ટ્રી ફેનગર્લ તરીકે વાઈરલ થઈ ગઈ હતી. જોકે, લાંબા સમય સુધી બંનેએ તેના પર મૌન સાધ્યુ હતું, પરંતુ ઈશાનના દાદાના તાજેતરના નિવેદને એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેમનો સંબંધ હવે મિત્રતાથી આગળ વધી ગયો છે. એવું કહેવાય છે કે બંનેની લવ સ્ટોરીની શરૂઆત પણ વર્ષ 2019માં જ થઈ હતી.

વર્તમાનમાં અદિતિનો કરિયર ગ્રાફ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. તે માત્ર મુખ્ય ફેશન બ્રાન્ડ્સનો ચહેરો જ નથી પરંતુ ઈન્સ્ટાગ્રામ પર 3 લાખથી વધુ ફોલોઅર્સ સાથે એક પ્રભાવશાળી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ છે. તેણે “લેબલ અદિતી હુંડિયા”ના નામથી પોતાની ફેશન બ્રાન્ડ પણ સ્થાપિત કરી છે. T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક તરફ ઈશાન કિશન મેદાન પર રનોનો પહાડ બનાવી રહ્યો છે, ત્યારે બીજી તરફ તેના પરિવારની જાહેરાતથી લગ્ન અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. જોકે, ઈશાનનું સંપૂર્ણ ધ્યાન પોતાની રમત પર અને પોતાના દેશ જીત અપાવવા પર છે, ત્યારે તેમાં કોઈ શંકા નથી કે અદિતી હુંડિયા અને ઈશાન કિશન નજીકના ભવિષ્યમાં ભારતીય રમતગમત અને ફેશન જગતમાં સૌથી મનપસંદ જોડીમાંથી એક બની રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments