E-Paper
Sunday, March 8, 2026
E-Paper
HomeSportsSports : દિલ તોડવા પડે તો પણ...', T20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલા...

Sports : દિલ તોડવા પડે તો પણ…’, T20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલા ન્યૂઝીલૅન્ડના કૅપ્ટનની ભારતને વોર્નિંગ

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલૅન્ડની ટક્કર 8 માર્ચે થશે. આ ટાઇટલ મેચ અંગે ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન મિચેલ સેન્ટનરે ભારતને વોર્નિંગ આપતા ટાઇટલ મેચ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ફાઇનલ પહેલા સેન્ટનરે કહ્યું કે, જો ટ્રોફી જીતવા માટે અમારે કેટલાક ભારતીય ફેન્સના દિલ તોડવા પડે તો પણ અમને વાંધો નથી. 

કિવી કૅપ્ટન મિચેલ સેન્ટનરનું આ નિવેદન કેટલાક અંશે ઓસ્ટ્રેલિયન કૅપ્ટન પેટ કમિન્સની યાદ અપાવે છે. કમિન્સે 2023 ODI વર્લ્ડ કપ ફાઇનલ પહેલા કહ્યું હતું કે, હું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવેલી એકતરફી ભીડને શાંત કરી દઈશ. ઓસ્ટ્રેલિયાએ તે મેચમાં ભારતને હરાવીને વર્લ્ડ કપ જીતી લીધો હતો. 

ભારતીય ફેન્સના દિલ તોડવા પડે તો પણ અમને વાંધો નથી

ફાઇનલ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં મિચેલ સેન્ટનરે કહ્યું કે, અમે જાણીએ છીએ અમારી ટીમ આ મેચમાં કદાચ ફેવરિટ નથી, પરંતુ તેનાથી અમને કોઈ ફરક પડતો નથી. જો અમે નાની-નાની બાબતોને યોગ્ય રીતે અંજામ આપીએ અને એક ટીમ તરીકે સારું પ્રદર્શન કરીએ તો અમે ખુદને ટ્રોફી જીતવાની સ્થિતિમાં લાવી શકીએ છીએ. જો તેના માટે અમારે કેટલાક ભારતીય ફેન્સના દિલ તોડવા પડે તો પણ અમને વાંધો નથી.’

ભારત પર વધુ પ્રેશર રહેશે: સેન્ટનર

મિચેલ સેન્ટનરનું માનવું છે કે, ભારત પર વધુ દબાણ રહેશે, કારણ કે ટીમ પોતાના ઘર આંગણે વર્લ્ડ કપ જીતવા માગશે. તેમણે કહ્યું કે, T20 ક્રિકેટમાં ઘણી વાર નાની-નાની ક્ષણો જ મેચનું પરિણામ નક્કી કરે છે અને અમારી ટીમ તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ શાનદાર ફોર્મમાં દેખાઈ હતી, જ્યાં તેણે સમગ્ર ટુર્નામેન્ટમાં અજેય રહેલા દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું. હવે કિવી ટીમ એ જ આત્મવિશ્વાસ સાથે ભારતને પણ આશ્ચર્યચકિત કરવાનો પ્રયાસ કરશે.મિચેલ સેન્ટનરે એ પણ કહ્યું કે, ‘ભારતના બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે, પરંતુ સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે 250થી વધુનો સ્કોર ડિફેન્ડ કરતા ભારતીય બોલરોને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો.’ આવી સ્થિતિમાં તેમનું માનવું છે કે, ફાઇનલમાં બંને ટીમો પોત-પોતાની તાકાત સાથે ઉતરશે અને જે ટીમ વધુ સમય સુધી શાનદાર પ્રદર્શન કરશે, તે જ ટ્રોફી જીતવામાં સફળ થશે. 

ભારતની ટીમ: સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, શિવમ દુબે, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ (વાઇસ-કૅપ્ટન), હર્ષિત રાણા, સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, અર્શદીપ સિંહ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, તિલક વર્મા અને કુલદીપ યાદવ.

ન્યૂઝીલૅન્ડની ટીમ: મિચેલ સેન્ટનર (કૅપ્ટન), ફિન એલન, માર્ક ચેપમેન, ડેવોન કોન્વે, જેકબ ડફી, લૉકી ફર્ગ્યુસન, મેટ હેનરી, કાયલ જેમિસન, ડેરિલ મિચેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, ટિમ સેઈફર્ટ(વિકેટકીપર) અને ઈશ સોઢી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments