E-Paper
Wednesday, March 11, 2026
E-Paper
HomeSportsSports : ફાઈનલ મેચ નિહાળવા અમદાવાદમાં ધોનીની એન્ટ્રી, બ્લેક લૂકમાં જોવા મળ્યો...

Sports : ફાઈનલ મેચ નિહાળવા અમદાવાદમાં ધોનીની એન્ટ્રી, બ્લેક લૂકમાં જોવા મળ્યો માહી

કાળા ટી-શર્ટ અને કૂલ સ્ટાઇલમાં ધોની જોવા મળ્યો છે. ચાહકોની ભારે ભીડ તેને જોવા માટે ઉમટી પડી હતી. એવું માનવામાં આવે છે કે ધોની ફાઇનલ મેચ દરમિયાન સ્ટેન્ડમાં હાજર રહેશે અને ભારતીય ટીમનો ઉત્સાહ વધારશે. તેની સરળ અને સ્ટાઇલિશ એન્ટ્રીની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ધોનીએ મેચ દરમિયાન ઓલ બ્લેક લુક પહેર્યો હતો. તેણે બ્લેક ટી-શર્ટ, બ્લેક પેન્ટ અને બ્લેક ઘડિયાળ પહેરી છે.

ભારતીય ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ની બીજી સેમિ ફાઇનલ ઇંગ્લેન્ડ સામે 7 રનથી જીતી હતી. ગુરુવારે (5 માર્ચ) મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાયેલી મેચ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની સાથે VIP બોક્સમાં જોવા મળ્યા હતા. ચાહકોને આશા હતી કે મહેન્દ્ર સિંહ ધોની ફાઇનલ માટે પણ અમદાવાદમાં હાજર રહેશે અને હવે ધોની આવી ગયા પછી સ્ટેડિયમ ઉત્સાહથી ભરેલું હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments