HomeSportsSports : 12 લાખનો દંડ…ગુજરાતની જીત બાદ BCCIએ કેમ લગાવ્યો શુભમન ગિલ...

Sports : 12 લાખનો દંડ…ગુજરાતની જીત બાદ BCCIએ કેમ લગાવ્યો શુભમન ગિલ પર દંડ?

બુધવારે યોજાયેલી રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 1 રનથી હરાવ્યું. શુભમન ગિલ સહિત ગુજરાતના 3 બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી, જેના કારણે ટીમ 210 રનના સ્કોર સુધી પહોંચી શકી હતી. દિલ્હી તરફથી કે.એલ. રાહુલે 92 અને પથુમ નિસાંકાએ 41 રન બનાવી સારી શરૂઆત આપી હતી. ડેવિડ મિલર છેલ્લે સુધી લડ્યો પણ અંતે ગુજરાતનો વિજય થયો. મેચ બાદ ગિલ પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સ્લો-ઓવર રેટને કારણે શુભમન ગિલ પર દંડ કરવામાં આવ્યો છે. IPLના નિવેદન મુજબ, દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ધીમી ઓવર ગતિ રાખવા બદલ ગુજરાતના કેપ્ટન શુભમન ગિલને દંડ થયો છે. આ સીઝનમાં ટીમનો આ પહેલો ગુનો હોવાથી ગિલ પર 12 લાખ રૂપિયાનો દંડ લાગ્યો છે. જો ગુજરાત ટાઇટન્સ ફરી આવી ભૂલ કરશે, તો કેપ્ટન પર 24 લાખ અને બાકીના ખેલાડીઓ પર 12-12 લાખનો દંડ થશે. જોકે, હવે ત્રીજી ભૂલ પર કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ મુકવાનો નિયમ હટાવી દેવામાં આવ્યો છે.

10 ઓવર પહેલા દિલ્હી કેપિટલ્સનો સ્કોર 100ને પાર પહોંચી ગયો હતો અને ટીમ જીત તરફ હતી, પણ સતત વિકેટ પડવાને કારણે દિલ્હી પાછળ રહી ગયું. ડેવિડ મિલરે અંતમાં તોફાની બેટિંગ કરીને દિલ્હીને જીતની નજીક પહોંચાડ્યું હતું, પણ છેલ્લા બોલે તે રન બનાવી શક્યો નહીં. રાશિદ ખાને શાનદાર બોલિંગ કરી, તેણે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે નીતીશ રાણા (5), સમીર રિઝવી (0) અને અક્ષર પટેલ (2) ની મહત્વની વિકેટો લીધી હતી. રિઝવીએ છેલ્લી બે મેચમાં અડધી સદી ફટકારી હતી, પણ રાશિદ ખાને તેને ખાતું પણ ખોલવા દીધું નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments