રવિવારે ન્યુઝીલેન્ડ સામેની વનડેમાં કેએલ રાહુલે સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી અને તેને આ લિસ્ટમાં વિરાટ કોહલીને પાછળ છોડી દીધો.
કેએલ રાહુલ પણ એક અદ્ભુત બેટ્સમેન છે. તે ઘણાં સવાલોનો એક જ જવાબ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા પછી કેએલ રાહુલે ભારત માટે ઘણી ભૂમિકાઓ ભજવી છે. તે હવે વનડેમાં ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે.
કેએલ રાહુલે ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝની પહેલી મેચમાં સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આ સાથે રાહુલે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે અને ભારતમાં ફક્ત તેનાથી આગળ એમએસ ધોની છે.
બરોડામાં રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે સિરીઝની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડે 300 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જ્યારે ટીમ ઈન્ડિયા આનો પીછો કરવા ઉતરી, ત્યારે તેમની શરૂઆત સારી રહી. પરંતુ વચ્ચે વિકેટો ઝડપથી પડવાને કારણે ટીમ ઈન્ડિયા થોડા સમય માટે થોડી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય તેવું લાગતું હતું, પરંતુ રાહુલે બધું ઠીક કરી દીધું.આ મેચમાં ભારત માટે છઠ્ઠા નંબરે બેટિંગ કરવા માટે રાહુલ આવ્યો. તેને 21 બોલમાં અણનમ 29 રન બનાવ્યા. આ દરમિયાન તેને 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. આ 1 છગ્ગાના આધારે રાહુલે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો.

એમએસ ધોની એવા બેટ્સમેનોના લિસ્ટમાં ટોપ પર છે જેમને વનડે ક્રિકેટમાં સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી છે. તેને પોતાના વનડે કરિયરમાં 9 વખત આ કર્યું છે, જ્યારે તેને સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. હવે કેએલ રાહુલ આ લિસ્ટમાં બીજા નંબરે છે.
રવિવારે બરોડામાં તેને પોતાના કરિયરમાં છઠ્ઠી વખત સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 5 વખત આ સિદ્ધિ મેળવી છે. આનો અર્થ એ થયો કે કોહલી હવે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે અને રાહુલ બીજા સ્થાને આવી ગયો છે.
કેએલ રાહુલ આ સિરીઝમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે રમી રહ્યો છે અને લોઅર ઓર્ડરમાં બેટિંગ કરે છે, તેથી તેને ઘણીવાર ફિનિશરની ભૂમિકા પણ ભજવવી પડે છે. તેને રવિવારે પણ કંઈક આવું જ કર્યું. સિરીઝમાં હજુ બે મેચ બાકી છે અને તે મેચોમાં રાહુલની બેટિંગ પર બધાની નજર રહેશે. પરંતુ તેને ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝ અને ત્યારબાદના T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.


