HomeSportsSports : RCBને સપોર્ટ કરતા જોવા મળ્યા અનુષ્કા શર્મા અને સ્મૃતિ મંધાના,...

Sports : RCBને સપોર્ટ કરતા જોવા મળ્યા અનુષ્કા શર્મા અને સ્મૃતિ મંધાના, ફોટો થયા વાયરલ

બેંગલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ફરી એક વખત ‘RCB-RCB’ની બુમો સંભળાઈ રહી છે. IPL 2026ની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચે રમાઈ રહી છે. ત્યારે સ્ટેન્ડમાં હાજર ખાસ મહેમાનોએ આ મેચની રોનક વધારી દીધી છે.બેંગલુરૂને પોતાના હોમ ગ્રાઉન્ડ પર ટીમનો ઉત્સાહ વધારવા માટે ના માત્ર એક્ટ્રેસ અનુષ્કા શર્મા પહોંચી, તેની સાથે ભારતીય મહિલા ક્રિકેટની સ્ટાર ખેલાડી પણ RCBને સપોર્ટ કરવા માટે સ્ટેન્ડમાં બેઠેલી જોવા મળી. મેચની શરૂઆત હંમેશાની જેમ રાષ્ટ્રગીતની સાથે થઈ.

આ દરમિયાન કેમેરાની નજર વિરાટ કોહલીની પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પર પડી. તેના પેસ પર હાસ્ય જોવા મળ્યું અને RCBને ચીયર કરતી જોવા મળી. રસપ્રદ વાત એ રહી કે તેની સાથે ભારતીય મહિલા ક્રિકેટની વાઈસ કેપ્ટન અને RCB મહિલા ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના પણ જોવા મળી. બંને લોકોના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા છે.

માત્ર સ્મૃતિ મંધાના જ નહીં પણ મહિલા ક્રિકેટ જગતના અન્ય ખેલાડી શ્રેયંકા પાટીલ અને બેટ્સમેન જેમિમા રોડ્રિગ્સ પણ સ્ટેન્ડમાં RCBને સપોર્ટ કરતી જોવા મળી, તેમના હાથમાં ટીમના ઝંડા પણ જોવા મળ્યા.તમને જણાવી દઈએ કે મેચ શરૂ થયા પહેલા ખેલાડીઓ, દર્શકો અને સ્ટેડિયમમાં હાજર તમામ લોકોએ તે 11 લોકોની યાદમાં 1 મિનિટનું મૌન પાડ્યું, જેમને ગઈ સિઝન બાદ ભાગદોડની દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા હતા. જીવ ગુમાવનારા લોકો માટે સ્ટેડિયમમાં 11 સીટ હંમેશા ખાલી રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. હવે આ ઘટના બાદ 28 માર્ચ 2026 શનિવારે RCB અને SRH વચ્ચે આઈપીએલની 2026ની પ્રથમ મેચ રમાઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments