HomeSportsSports : RCB vs SRH વચ્ચે 19મી સિઝનનો પ્રથમ મુકાબલો, થોડીવારમાં થશે...

Sports : RCB vs SRH વચ્ચે 19મી સિઝનનો પ્રથમ મુકાબલો, થોડીવારમાં થશે ટોસ

RCB vs SRH IPL 2026 Live Score: IPL 2026ની આતુરતાનો આજે અંત આવી રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સિઝનનો પ્રથમ મુકાબલો શનિવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. ગયા વર્ષે ટાઈટલ જીતનાર RCBએ આ વખતે ટીમમાં વધુ ફેરફાર કર્યા નથી. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદ ફરી એકવાર ખેલાડીઓ અને ફોર્મની દ્રષ્ટિએ મજબૂત દેખાઈ રહી છે. પેટ કમિન્સની ગેરહાજરીમાં ઈશાન કિશન ટીમની કમાન સંભાળશે, જ્યારે RCBનું નેતૃત્વ રજત પાટીદાર કરશે.

BCCIએ IPL 2026 માટે ઓપનિંગ સેરેમની ન યોજવાનો નિર્ણય લીધો છે. ગયા વર્ષે જ્યારે RCBએ ટાઈટલ જીત્યું હતું, ત્યારે બેંગલુરુમાં વિક્ટ્રી પરેડ દરમિયાન મચેલી નાસભાગમાં 11 લોકોના મોત થયા હતા. આ દુખદ ઘટનાને ધ્યાનમાં રાખીને બોર્ડે આ વખતે ઉદઘાટન સમારોહ રદ કર્યો છે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

હેડ-ટુ-હેડ રેકોર્ડ: કઈ ટીમનો દબદબો?

બંને ટીમો વચ્ચેના ઈતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધી કુલ 26 મુકાબલા થયા છે

SRHની જીત- 14 મેચ

RCBની જીત- 11 મેચ

રદ થયેલ મેચ- 01

જો કે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBનો દબદબો રહ્યો છે. અહીં રમાયેલી 8 મેચોમાંથી RCBએ 5 અને હૈદરાબાદે 3 મેચ જીતી છે.

બંને ટીમોની સ્ક્વોડ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ

વિરાટ કોહલી, ફિલ સાલ્ટ, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), ટિમ ડેવિડ, જીતેશ શર્મા, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જેકબ ડફી, જોશ હેઝલવુડ, અને અન્ય

સનરાઈઝર્સ હૈદરાબાદ

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન/કીપર), લિયામ લિવિંગસ્ટોન, હેનરિક ક્લાસેન, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, શિવમ માવી, કામિન્દુ મેન્ડિસ, ડેવિડ પેને અને અન્ય

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments