અવાર નવાર વિવાદમાં રહેતી કીર્તિ પટેલ ફરીએક વાર વિવાદમાં આવી છે. સુરત પોલીસ દ્વારા અમદાવાદ ખાતેથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જાણકારી મુજબ વર્ષ 2024માં કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેમાં જાણીતા બિલ્ડર વજુભાઈ કાત્રોડિયા દ્વારા ફરિયાદ અપાઈ હતી. તેમાં જમીન વિવાદને લઈ કીર્તિ પટેલે 2 કરોડની ખંડણી માંગી હતી. તથા ખંડણી નહીં આપે તો હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

વર્ષ 2024થી કીર્તિ પટેલ બે કરોડની ખંડણી કેસમાં ફરાર હતી. ત્યારે ટીકટોક સ્ટાર અને ઈન્સ્ટા ગર્લ કીર્તિ પટેલનો મુદ્દો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો ગત વર્ષે કીર્તિ પટેલ સામે જાણીતા બિલ્ડર વજુભાઈ કત્રોડિયા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમા સાંભળીને તમને નવાઈ લાગશે કે બિલ્ડરે ખંડણી માંગવાને લઈને કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. નાની મોટી ખંડણી નહી પણ બિલ્ડરે નોંધાવેલી ફરિયાદ મુજબ કીર્તિ પટેલે 2 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. જેને લઈને ફરિયાદ નોંધાઈ હતી.ત્યારે હાલ તો આ મામલે સુરત પોલીસ દ્વારા અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે કીર્તિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.