સુરત જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ.હાઇપર ટેન્શન ડે પ્રોગ્રામ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાધિયેર , વિસ્તારના સાયણ સુગર ફેક્ટરી માં NCD સ્કેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ 332 કર્મચારીઓનું સ્કેનિંગ કરવામાં આવ્યું, જેમાં દરેક લાભાર્થીનું બ્લડ પ્રેશર તેમજ સુગર (ડાયાબિટીસ) સ્થળ પર તપાસ કરવામાં આવી તેમજ બ્લડપ્રેશર તેમજ સુગર ના દર્દીઓને સ્થળ પર સારવાર આપવામાં આવી . આ કેમ્પમાં તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ચિરાગ પટેલ, મેડિકલ ઓફિસર ડોક્ટર રાજેશ ગુર્જર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પેરામેડિકલ સ્ટાફ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સાયણ સુગર ફેક્ટરીના ચેરમેન રાકેશ પટેલ તેમજ મેનેજમેન્ટ સ્ટાફ આરોગ્ય વિભાગ દ્વારા સરસ કામગીરી કરવામાં આવી હતી.