સુરત જિલ્લામાં ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે. સુરત જિલ્લામાં ખેડૂતોએ કલેક્ટર કચેરીએ જઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં કંપની દ્વારા વીજ લાઈન નખાતા ખેડૂતોએ કંપનીનો ભારે વિરોધ નોંધાવ્યો હતો. ક્લેક્ટર કચેરી ખાતે જઈને હલ્લાબોલ બોલાવ્યો હતો. જ્યાં કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડયા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. કલેક્ટર કચેરીએ જઈને મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો હતો કે, સ્ટારલાઈટ અને પાવરલાઈન કંપની ખેડૂતોની જમીનમાં વીજ લાઈન નાખી રહી છે. વીજ લાઈન નાખવા અંગે કંપની ખેડૂતોને હેરાન કરી રહી છે.તેમજ કંપની દ્વારા યોગ્ય વળતર ચૂકવ્યા વિના જ ખેડૂતોની જમીનમાં ફાઉન્ડેશનનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે.
મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીમાં ન્યાયની માંગણી કરી રહ્યા છે. જે મુદ્દે કલેક્ટર કચેરી ખાતે સમગ્ર મામલે સુનવણી કરાશે ખેડૂતોએ પાવરગ્રીડ કંપની ફરી ગઈ છે.તેવો કંપની પર આક્ષેપ લગાવ્યો છે. યોગ્ય વળતર ચૂકવવામાં નહી આવે તો કામ અટકાવી દેવામાં આવશે તેવી ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી હતી. તો ખેડૂતોએ તેમની જમીનમાંથી ફાઉન્ડેશન પણ ઉખાડી ફેંકી દેવાની ચિમકી ઉચ્ચારી હતી. ખેડૂતોએ પોતાની સમસ્યા સાથે કલેક્ટર કચેરી ખાતે આંદોલન કરશે તેમ જણાવ્યું હતું.