E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeGujaratSuratSurat : ડિંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં મોટો ખુલાસો, પોલીસે મોબાઈલ...

Surat : ડિંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં મોટો ખુલાસો, પોલીસે મોબાઈલ ચેક કર્યો અને કારણ સામે આવ્યું

સુરતના ડીંડોલીમાં નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવ્યા હતાં. આ બંને યુવતીઓએ એનેસ્થેસિયાના ઓવરડોઝની દવાના ઈન્જેક્શનો લઈને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

સુરતના ડીંડોલીમાં નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવ્યા હતાં. આ બંને યુવતીઓએ એનેસ્થેસિયાના ઓવરડોઝની દવાના ઈન્જેક્શનો લઈને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમાં મૃતક વિદ્યાર્થિનીઓની ઓળખ 18 વર્ષીય રોશની શરદ શીરસાઠ અને 20 વર્ષીય જોસના ચૌધરી તરીકે થઈ છે.પોલીસ તપાસમાં આત્મહત્યા પાછળના ડિજિટલ પુરાવાઓ સામે આવ્યા છે.

આ કેસમાં પોલીસની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. બંને યુવતીઓને તેમના પ્રેમી સાથે બ્રેક અપ થયું હતું. બંને યુવતીઓ પોતપોતાના પ્રેમી સાથે પ્રેમ સંબંધમાં હતી. પંદર દિવસના સમયમાં બંનેનું બ્રેક અપ થયું હતું. જેના કારણે તેઓ ભાંગી પડી હતી. પોલીસે તપાસ દરમિયાન આપઘાત કરનારી યુવતીઓના મોબાઈલ ચેક કર્યા હતાં. જેમાં આ ખુલાસો થયો છે. માત્ર પંદર દિવસના આંતરે બંને યુવતીઓના બોયફ્રેન્ડ સાથે બ્રેક અપ થયા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments