HomeGujaratSuratSurat : ધાબા પર રમી રહેલી ચાર વર્ષની બાળકીનું નીચે...

Surat : ધાબા પર રમી રહેલી ચાર વર્ષની બાળકીનું નીચે પટકાતા મોત નિપજ્યું

વાલીઓ માટે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં ધાબા પર રમી રહેલી બાળકી અચાનક નીચે પટકાઈ હતી અને ગંભીર ઈજા થતાં તેનું મોત નિપજ્યું હતું. સચિન જીઆઈડીસી વિસ્તારમાં આ ઘટના બની છે.વાલીઓ માટે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં ધાબા પર રમી રહેલી બાળકી અચાનક નીચે પટકાઈ હતી અને ગંભીર ઈજા થતાં તેનું મોત નિપજ્યું હતું. સચિન જીઆઈડીસી વિસ્તારમાં આ ઘટના બની છે. બાળકીને મોઢા અને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. ચાર વર્ષની બાળકીને સારવાર દરમિયાન તબીબોએ મૃત જાહેર કરી હતી.

સુરતના સચિન વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધાબા પર રમી રહેલી ચાર વર્ષની બાળકી રમતાં રમતાં અચાનક નીચે પટકાઈ હતી. એશવી ચૌહાણ નામની બાળકીને નીચે પટકાતા મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકી ધાબા પર રમતી વખતે ટેરેસ પરના ગ્રીલના સળિયા વચ્ચેના ગેપમાંથી સરકીને નીચે પટકાઈ હતી. બાળકીને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબિબોએ તેને મૃત જાહેર કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments