મહિલા સુરક્ષા અંગે વધતા ચિંતા મુદ્દાઓને ધ્યાનમાં રાખી સુરત પોલીસે શહેરના એક મોલમાં અનોખું જાગૃતિ અભિયાન ચલાવ્યું. પોલીસ અધિકારીઓ જાતે જ ચેન્જિંગ રૂમમાં જઈ મહિલાઓને તેમની સુરક્ષા બાબતે માહિતી આપી અને પ્રાયોગિક પ્રદર્શન કરાવ્યું.
મહિલા સુરક્ષા અંગે વધતા ચિંતા મુદ્દાઓને ધ્યાનમાં રાખી સુરત પોલીસે શહેરના એક મોલમાં અનોખું જાગૃતિ અભિયાન ચલાવ્યું. પોલીસ અધિકારીઓ જાતે જ ચેન્જિંગ રૂમમાં જઈ મહિલાઓને તેમની સુરક્ષા બાબતે માહિતી આપી અને પ્રાયોગિક પ્રદર્શન કરાવ્યું.
પોલીસે સમજાવ્યું કે ચેન્જિંગ રૂમમાં પ્રવેશતા પહેલા કેટલીક આવશ્યક સાવધાનીઓ રાખવી ખૂબ જરૂરી છે. રૂમની અંદર અથવા નજીક કોઈ શંકાસ્પદ રીતે તમને કોઇ જોતું તો નથી ને..? તે બાબતે જાણકારી અપાઇ હતી ખાસ કરીને કપડા બદલતી વખતે કાચની પાછળથી એટલે કે કોઇ છુપા કેમેરા દ્વારા તમને કોઈ જોતુ તો નથી? તેની ચકાસણી કરવા પર પણ સમજાવાયું હતું.

તાજેતરમાં છુપા કેમેરા અને ટુ-વે મિરરની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. આ બાબતે મહિલાઓને પરખ કરવાની રીત સમજાવવામાં આવી હતી જેમાં સામાન્ય (રેગ્યુલર) મિરરમાં નખ મૂકતા કાચ અને પ્રતિબિંબ વચ્ચે સ્પષ્ટ ગેપ દેખાય છે. જ્યારે ટુ-વે મિરરમાં ગેપ દેખાતો નથી, એટલે કે પ્રતિબિંબ નખને સ્પર્શતું દેખાય છે. પોલીસે મિરર પર આ તફાવત મહિલાઓને સમજાવ્યો.
પાલ પોલીસના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરે હાજર મહિલાઓને ચેન્જિંગ રૂમ સહિત અન્ય ખાનગી જગ્યાઓમાં શું-શું ચેક કરવું તેની વિગતવાર માહિતી આપી. મોબાઇલ કેમેરા, છુપાયેલા લેન્સ, વેન્ટ, હૂક, એલઈડી લાઈટ વગેરે જેવી જગ્યાઓ ક્યાં તપાસવી તેની જાણકારી આપી. PIએ કહ્યું કે “મહિલાઓ સતર્ક રહેશે તો આવી ઘટનાઓને અટકાવવી સરળ બને છે.”
સુરત પોલીસે જણાવ્યું કે આ અભિયાન મોલ, જીમ, ગાર્મેન્ટ શોપ્સ અને PG હોસ્ટેલોમાં પણ આ અભિયાન આગળ ચાલુ રહેશે. પોલીસનો મુખ્ય હેતુ મહિલાઓને સ્વસુરક્ષિત અને જાગૃત બનાવવાનો છે જેથી તેઓ સંભવિત જોખમોને સમયસર ઓળખી શકે.


