સુરતના ડુમસ વિસ્તારમાં બિઝનેસમેન દીપક ઇજારદાર દ્વારા તેમના પુત્રના જન્મદિવસની ઉજવણી જાહેર રસ્તા પર કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન જાહેરમાં મોટા પાયે ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
સુરતના ડુમસ વિસ્તારમાં બિઝનેસમેન દીપક ઇજારદાર દ્વારા તેમના પુત્રના જન્મદિવસની ઉજવણી જાહેર રસ્તા પર કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન જાહેરમાં મોટા પાયે ફટાકડા ફોડવામાં આવ્યા હતા.જેના કારણે રસ્તો રોકાયો હતો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.જ્યારે એક વાહનચાલકે રસ્તો રોકવા બાબતે રજૂઆત કરી ત્યારે તેને ધમકાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે દીપક ઈજારદાર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

સુરતના ડુમસમાં જાહેરમાં ફટાકડા ફોડી પુત્રના જન્મ દિવસની ઉજવણી કરતાં આખો રોડ બાનમાં લેનારા બિઝનેસમેન દીપક ઈજારદાર સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. પોલીસે માત્ર જાહેરનામા ભંગનો ગુનો નોંધી દીપક ઈજારદારને કાયદાનું ભાન કરાવ્યું હતું.આજે પોલીસે દીપક ઈજારદારની ધરપકડ કરી હતી. આ ધરપકડ કર્યાની ગણતરીની મીનિટોમાં જ તેને જામીન મળી ગયા હતાં.
પોલીસે બિઝનેસમેન દીપક ઈજારદાર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેની ધરપકડ કરીને તાત્કાલિક તેને જામીન પણ આપી દેવામાં આવ્યા છે. સામાન્ય લોકોને આટલી કાર્યવાહીમાં મોટા કાનૂની પગલાનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ આ બિઝનેસમેનને તરત જ જામીન મળી જતાં પોલીસની કાર્યવાહી પર સવાલો ઉભા થયાં છે.


