E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSuratSurat : વેસુની 300 કરોડની જમીનનો કૌભાંડી બિલ્ડર પ્રતુલ પટેલ ઝડપાયો, અમેરિકા...

Surat : વેસુની 300 કરોડની જમીનનો કૌભાંડી બિલ્ડર પ્રતુલ પટેલ ઝડપાયો, અમેરિકા ભાગે તે પહેલા ઇકો સેલ પોલીસે દબોચ્યો

સુરતના વેસુ વિસ્તારમાં ચકચારી 300 કરોડના જમીન કૌભાંડનો મહત્વનો આરોપી બિલ્ડર પ્રતુલ પટેલ અમેરિકા ભાગે તે પહેલાં જ બેંગ્લોર એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી છે.સુરતના વેસુ વિસ્તારમાં ચકચારી 300 કરોડના જમીન કૌભાંડનો મહત્વનો આરોપી બિલ્ડર પ્રતુલ પટેલ અમેરિકા ભાગે તે પહેલાં જ બેંગ્લોર એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસમાં ઈકો સેલ પોલીસ પહેલાથી જ તપાસમાં હતી અને અમેરિકા ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ પોલીસની સતર્કતાથી બિલ્ડર પ્રતુલ પટેલને બેંગ્લોર એરપોર્ટ પરથી દબોચી લેવાયો હતો.

આ કેસમાં ખુલ્યું છે કે પ્રતુલ પટેલ આ કૌભાંડના આરોપી વિનુ માલવિયાનો પાર્ટનર છે. ઉલ્લેખનિય છે કે આ કેસમાં ખેડૂતની જમીન પચાવી લેવા માટે બોગસ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતાપ્રતુલ પટેલ પાસે અમેરિકાની નાગરિકતા હોવાનું બહાર આવ્યું છે અને તેથી જ તે અમેરિકા ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતોઇકો સેલ પોલીસે પ્રતુલ પટેલની ધરપકડ કરી કૌંભાડમાં તેની ભૂમિકા સહિતના વિવિધ મુદ્દે તપાસ શરુ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments