E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSuratSurat : સચિન પોલીસ અને હોમગાર્ડની ઝડપી કાર્યવાહીથી ગુમ થયેલી બાળકીનું વાલી...

Surat : સચિન પોલીસ અને હોમગાર્ડની ઝડપી કાર્યવાહીથી ગુમ થયેલી બાળકીનું વાલી સાથે પુનઃમિલન

સુરત શહેરના સચિન વિસ્તારમાં માનવતા અને પોલીસ-હોમગાર્ડ સમન્વયનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું, જ્યાં રસ્તા પર રડતી હાલતમાં મળી આવેલી ચાર વર્ષીય બાળકી કલાકોમાં પરિવારને પરત સોંપવામાં આવી હતી.

સુરત શહેરના સચિન વિસ્તારમાં માનવતા અને પોલીસ-હોમગાર્ડ સમન્વયનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું, જ્યાં રસ્તા પર રડતી હાલતમાં મળી આવેલી ચાર વર્ષીય બાળકી કલાકોમાં પરિવારને પરત સોંપવામાં આવી હતી. સચિનના બેન્ક ઓફ બરોડા સામેના જાહેર માર્ગ પર એક અજાણી બાળકી રડતી હતી જેથી ત્યાંથી પસાર થતા એક જાગૃત્ત નાગરિકને નજરે પડી. આ અંગેની જાણ હોમગાર્ડ પ્લાટુન કમાન્ડર તથા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા પ્રકાશકુમાર મૌર્યને કરી.

સમગ્ર બાબતે જાણ થતા જ પ્રકાશકુમાર મૌર્ય સ્થળે દોડી આવ્યા અને બાળકીને સુરક્ષિત કબજામાં લીધી હતી.તેઓએ તરત જ સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી. એન. વાઘેલાને જાણ કરી અને એમના માર્ગદર્શન હેઠળ બાળકીના વાલી-વારસદારની શોધખોળ શરૂ કરવામાં આવી. પ્રારંભિક પૂછપરછ દરમિયાન બાળકી રડવાના કારણે નામ કહેવામાં અસમર્થ હતી. પરંતુ સતત સતર્કતા રાખી વિસ્તારની તપાસ કરતા અંતે મહેનત બાદ બાળકીના માતા-પિતાનો સંપર્ક સાધવામાં સફળતા મળી હતી.

બાળકીનું નામ સાદિયા ખાતુ હોવાનું અને પિતાનું નામ મહેતાજ અન્સારી તેમજ માતાનું નામ મુન્ની ખાતુન હોવાનુ જાણવા મળ્યું હતું, પરિવાર સચિનમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સચિન પોલીસ અને પ્રકાશકુમાર મૌર્ય દ્વારા બાળકીને સુરક્ષિત રીતે માતા-પિતાને સોંપવામાં આવી હતી. બાળકી મળી આવતા માતા-પિતાએ આંખોમાં આંસુ સાથે હોમગાર્ડ પ્લાટૂન કમાન્ડર પ્રકાશકુમાર મૌર્ય તથા સચિન પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments